ખેલની મજા બગડી કડી પોલીસે બોરીસણા ગામે થી 11 શકુનિઓ ઝડપી પાડયા

શેર કરવા અહીં ક્લિક કરો.

— ખેલ ખેલી રહેલા જુગારીઓ ઉપર કડી પોલિસ સ્ટેશન ના પી.આઇ ડી.બી. ગોસ્વામી ની લાલ આંખ :

ગરવી તાકાત મહેસાણા : કડી પંથકમાં જન્માષ્ટમી નજીક આવતાની સાથે જ ઠેર ઠેર જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે ત્યારે કડી પોલીસ પણ આવા જુગાર ધામ ઉપર દરોડા પાડી જુગારીઓ નો ખરા ખેલ માં  ભંગ પાડી અને જુગારીઓ ને ઝડપી પાડતા હોય છે. બાતમીના આધારે કડી તાલુકાના બોરીસણા ગામે રામદેવપીરના મંદિર પાસે જુગાર રમતાં 11 શકુનિને ઝડપી પાડીને કાર્યવાહી કરી હતી
કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પીઆઇ ડી.બી ગૌસ્વામીની સૂચનાથી જુગાર લગત કામગીરી અંતર્ગત  પોલીસ સ્ટાફ વિવિધ વિસ્તારમાં ખાનગી વાહન તેમજ સરકારી વાહનમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો તે સમયે પોલીસ સ્ટાફ પોલીસના ગામ નજીક પહોંચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે કડી તાલુકાના બોરીસણા ગામમાં  આવેલ ઠાકોરવાસમાં રામદેવપીર મંદિરની સામે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પોતાના આર્થિક ફાયદા સારૂ જુગાર રમી રમાડી રહ્યા છે અને જે પ્રવૃત્તિ હાલ ચાલી રહી છે  પોલીસે બાતમીની ખરાઈ કરીને બાતમીવાળી જગ્યા ઉપર કોર્નર  કરીને રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી પોલીસે સ્થળ ઉપરથી કુલ જુગાર રમતા 11 શકુનીઓને ઝડપી પાડ્યાં હતાં
કડી પોલીસે બોરીસણા ગામના રામદેવપીર મંદિરની પાસે જુગાર રમતા જુગારીઓ ઉપર રેડ કરતાં પોલીસે સ્થળ ઉપરથી કુલ ₹ રોકડ રકમ સાથે 62,500/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને 11 ઇસમો વિરુધ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી

— ઝડપાયેલા 11 જુગારીઓ :-  (1) બારોટ સતિષભાઈ બબાભાઈ રહે. બોરીસણા કડી (2) બારોટ ડાયાભાઈ જગદીશભાઈ રહે. બોરીસણા કડી (3) ઠાકોર પોપટજી ગાંડાજી રહે. બોરીસણા કડી  (4) ઠાકોર મથુરજી બબાજી રહે. બોરીસણા કડી (5) ઠાકોર જીગ્નેશજી મથુરજી રહે. બોરીસણા કડી  (6) ઠાકોર ગણપતજી પુંજાજી રહે. બોરીસણા કડી   (7) પટેલ કમલેશભાઈ કાંન્તીભાઈ રહે. બોરીસણા કડી (8) ઠાકોર પોપટજી રાણાજી રહે બોરીસણા કડી (9) પટેલ કમલેશભાઇ બાબુભાઇ રહે બોરીસણા કડી  (10) પટેલ વાસુભાઈ નારાયણભાઈ રહે બોરીસણા કડી  (11) ઠાકોર જયંતીજી રમેશજી રહે બોરીસણા કડી

તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.