સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ યમલ વ્યાસની અધ્યક્ષતામાં ચોથા રાજ્ય નાણાં પંચે સાબરકાંઠાની મુલાકાત લીધી

November 20, 2025

ગરવી તાકાત સાબરકાંઠા : હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ યમલ વ્યાસની અધ્યક્ષતામાં ચોથા રાજ્ય નાણાં પંચે સાબરકાંઠાની મુલાકાત લીધી આ મુલાકાત બાદ જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ જિલ્લાની પ્રોફાઈલ અને નગરપાલિકાઓ વિશે માહિતી આપી અધ્યક્ષ યમલ વ્યાસે જણાવ્યું કે, સંવિધાનની કલમ 243 હેઠળ નાણાપંચની રચના કરવામાં આવી.

State Finance Commission Chairman Yamal Vyas visits Sabarkantha | રાજ્ય  નાણાં પંચ અધ્યક્ષે સાબરકાંઠાની મુલાકાત લીધી: જિલ્લા અમલીકરણ અધિકારીઓ સાથે  બેઠક યોજી - sabarkantha ...

બેઠકમાં નગરપાલિકા વિસ્તારમાં થતા નાણાપંચના ખર્ચ અને આવક અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી નગરપાલિકાઓનું ખર્ચ ઘટાડવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ અપાયું આવકના સ્ત્રોત વધારી તેમજ ખર્ચ ઘટાડીને નગરપાલિકાઓને કેવી રીતે આત્મનિર્ભર અને સક્ષમ બનાવી શકાય તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી નાણાપંચના સભ્યોએ જિલ્લાની છ નગરપાલિકાના ચીફ ઓફિસરો, પ્રમુખો તેમજ સભ્યો સાથે પણ ચર્ચા કરી.

State Finance Commission Chairman Yamal Vyas visits Sabarkantha | રાજ્ય  નાણાં પંચ અધ્યક્ષે સાબરકાંઠાની મુલાકાત લીધી: જિલ્લા અમલીકરણ અધિકારીઓ સાથે  બેઠક યોજી - sabarkantha ...

તેમના અભિપ્રાયો લીધા આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેક્ટર કિષ્ના વાઘેલા, નાણાપંચના સભ્ય સચિવ બી.પી.ચૌહાણ, સભ્ય જે.ડી.પટેલ, સુનિલભાઈ સોલંકી,અભયસિંહ ચૌહાણ,બીપીન જાદવ સહિત જિલ્લાની નગરપાલિકાના તમામ પ્રમુખો અને નગરપાલિકા ચીફ ઓફિસરો ઉપસ્થિત રહ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0