ગરવી તાકાત બનાસકાંઠા : નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાની પ્રથમ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક આજે થરાદ ખાતે કલેક્ટર કચેરીમાં યોજાઈ જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં સાંસદ અને ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને પૂછવામાં આવેલા પ્રશ્નોના અધિકારીઓએ આપેલા જવાબો પર ચર્ચા કરવામાં આવી.
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વાવ-થરાદ જિલ્લાની આ પ્રથમ સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેક્ટરે પદાધિકારીઓ અને અધિકારીઓને આવકારીને બેઠકની કાર્યવાહી શરૂ કરી તેમણે વાવ-થરાદ જિલ્લામાં નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિકાસ કાર્યોને.
ઝડપથી આગળ વધારવા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું આ બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા, અધિક જિલ્લા કલેક્ટર ટી.કે. જાની સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.