– પૂર્વ ચેરમેનનું મેન્ડેડમાં પત્તુ કપાયું,
– ખેડૂત વિભાગમાં 12 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં વેપારીની 4 બેઠકો બિન હરીફ, 38 ફોર્મ પરત ખેંચાયા
ગરવી તાકાત મેહસાણા: મહેસાણા ગંજ બજાર સમિતીની ચૂંટણી જાહેર થતાં રાજકીય ગરમાવો છવાયો છે. જો કે આ ચૂંટણીમાં અત્યાર સુધીમાં ઉમેદવારી કરનાર બીજેપીના જ કાર્યકરો હોવાથી બિનહરીફ થવાની શક્યતા હતી પરંતુ ફોર્મ પરત ખેંંચવાના છેલ્લા દિવસે ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે ૧૨ ઉમેદવારો મેદાનમાં રહેતા હવે ૧૧મી ફેબ્રઆરીએ ચૂંટણી યોજાશે. આમ માર્કેટયાર્ડની સત્તા કબજે કરવા ભાજપના જ કાર્યકરો ભાજપ સામે ચૂંટણી લડશે. આજે ૫૭ પૈકી ૩૮ ફોર્મ પરત ખેચાયા છે.
કોરોના સંક્રમણ ગાઇડ લાઇનમાં છુટછાટ મળતાં મહેસાણા માર્કેટ યાર્ડ સમિતીની ચૂંટણીનુ જાહેરનામુ બહાર પડાયુ છે. જેમાં ૧૧ મી ફેબુ્રઆરીના રોજ ૧૬ ડીરેકટર માટેની ચૂંટણી જાહેર થઇ છે. જેમાં ૧૨મી તારીખે મતગણતરી હાથ ધરવામાં આવશે. ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૃ થતાં સોમવારે ૬૦ ફોર્મની ચકાસણીમાં ખેડૂત વિભાગમાં ૪૩ ઉમેદવારો તથા વેપારી વિભાગમાં -૧૧ અને ખરીદ વેચાણ સંઘમાં ૩ ઉમેદવારોના ફાર્મ માન્ય રહ્યા છે.જેમાં આજે ત્રીજી ફેબુ્રઆરીના રોજ ખેડૂત વિભાગના ૩૧ ફોર્મ તથા વેપારી વિભાગના ૦૭ ફોર્મ પરત ખેચાયા છે.જ્યારે વેપારી વિભાગની ૪ બેઠકો બિન હરીફ થઇ છે
આ ચૂંટણીમાં તમામ ઉમેદવારો ભાજપના જ કાર્યકરો હોવાથી જિલ્લા ભાજપ પ્રમુખ જે.એસ પટેલ દ્વારા યાદી જાહેર કરવામાં આવી હતી.જેમા ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર ખોડભાઇ પટેલનુ યાદીમાં નામ જ ન આવતાં ચુપચાપ પોતાનુ ફોર્મ પરત ખેંચી લેવામાં સંતોષ માન્યો છે. આજે ખેડૂત વિભાગના ૩૧ તથા વેપારી વિભાગના સાત ફાર્મ પરત ખેંચાયા બાદ ૧૨ ઉમેદવારો વચ્ચે ૧૧મી ફેબુ્રારીએ ચૂંટણી જંગ ખેલાશે