સોમવારે દિલ્લીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો. આ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, આગામી મહીને 23 તારીખે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી કરવામાં આવશે. સોનિયા ગાંધીની અધ્યક્ષતા થયેલી બેઠકમાં દેશમાં કોરોનાના વ્યાપક પ્રસારને લઈ ચર્ચા કરવામાં આવી છે. આ સિવાય હાલમાં થયેલા ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસના પ્રદર્શન પર વિચાર કરવામાં આવ્યુ અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવ હતી.
સોનિયા ગાંધીએ કોરોનાની પરિસ્થિતી વિષે બોલતા કહ્યુ હતુ કેસ બેઠકમાં કહ્યું કે છેલ્લા ચાર અઠવાડિયામાં કોરોના વાયરસની સ્થિતિ ભયાનક થઈ છે. જ્યારે શાસનની નિષ્ફળતાઓ વધારે કઠિન થઈ ગઈ. સોનિયા ગાંધીએ કહ્યું કે સરકારે વૈજ્ઞાનિકોની સલાહને સંપૂર્ણ રીતે નકારવામાં આવી અને આ દેશ મોદી સરકારની ભૂલની ભારે કિંમત ચૂકવી રહ્યુ છે. આ સિવાય સોનિયા ગાંધીએ કહ્યું કે જ્યારે આપણે સૌ કોરોના વાયરસથી વ્યસ્ત છીએ, ત્યારે આ બેઠક ચૂંટણીના પરિણામ પર ચર્ચા માટે બોલાવવામાં આવી છે.
સોનિયા ગાંધીએ વધુમાં કહ્યુ હતુ કે જો આપણે એમ કહીએ કે ચૂંટણીના પરિણામથી ઘણી નિરાશા છે તો તે વધારે નહીં હોય. ચૂંટણીના પરિણામો પર મંથન કરવા માટે એક નાનુ ગ્રુપ બનાવવા પર જોર આપુ છું અને આશા છે કે જલ્દી એક રિપોર્ટ સાથે અમે બીજી વાર બેઠક કરીશું. સોનિયા ગાંધીએ આગળ કહ્યું કે આપણે સ્પષ્ટ રીતે એ સમજવાની જરુર છે કે કેરળ અને અસમમાં અમે કેમ હાર્યા અને પશ્ચિમ બંગાળમાં એકપણ સીટ કેમ અમારા નામે ન કરી શક્યા. સોનિયા ગાંધીએ કહ્યું કે જ્યારે અમે 22 જાન્યુઆરીએ મળ્યા ત્યારે અમે આ નિર્ણય લીધો કે જૂનના અંત સુધી કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા પૂરી થઇ જશે.