સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનારા જોટાણાના તેજપુરા ગામના આરોપીને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી…

January 8, 2026

ગરવી તાકાત  મહેસાણા : 16 વર્ષની સગીરાને ભગાડી જઈ રાજકોટ લઈ જઈ દુષ્કર્મ આચરનારા જોટાણાના તેજપુરા ગામના અને હાલ રાજકોટ રહેતા આરોપીને પોક્સો કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી સાથે કોર્ટે સગીરાને રૂ.50 હજાર વળતર ચૂકવવા હુકમ કર્યો જોટાણા પંથકની 16 વર્ષની સગીરાને 17 ફેબ્રુઆરી 2020ના રોજ તેજપુરા ગામનો નરેન્દ્રસિંહ જલુભા ઝાલા (હાલ રહે. રાજકોટ, સત્યમ સોસાયટી, જામનગર રોડ) લગ્નની લાલચ આપી ભગાડી રાજકોટ લઈ ગયો જ્યાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું.

Rajkot: રેલનગરના યુવકનું કારસ્તાન: લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ  આચર્યું, અમદાવાદ રહેવા ગયા બાદ અન્ય મહિલાને પરણી ગયો | Rajkot News  Railnagar Man Raped ...

સાંથલ પોલીસે મુખ્ય આરોપી નરેન્દ્રસિંહ અને સગીરાને ભગાડવામાં મદદગારી કરનાર ધર્મેન્દ્રસિંહ સામે ચાર્જસીટ કર્યું જે કેસ મહેસાણા પોક્સો કોર્ટમાં બુધવારે ચાલી જતાં જજ એસ.એસ. કાળે દ્વારા સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરેન્દ્રસિંહ ઝાલાને પોક્સોની કલમ અંતર્ગત દોષિત ઠેરવી અને તેને ભગાડવામાં મદદગારી કરનાર સહ આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ભયો જલુભા ઝાલાને પણ એકસરખી એટલે કે બંનેને 20 વર્ષની સજા ફટકારી કેસ ચાલવા દરમ્યાન સરકારી વકીલ દ્વારા.

લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનારને ૨૦ વર્ષની સજા

17 જેટલા દસ્તાવેજી પુરાવા અને 15 સાક્ષીઓને તપાસ્યા પોક્સોના ગુનામાં સામાન્ય રીતે દુષ્કર્મ આચરનાર મુખ્ય આરોપીને જ કોર્ટ દ્વારા મહત્તમ સજા કરાતી હોય પરંતુ રેર ઓફ ધ રેર કહી શકાય તેવા આ કેસમાં પોક્સો કોર્ટના જજ એસ.એસ. કાળે દ્વારા ભવિષ્યમાં સગીરાને ભગાડી જવામાં કોઈ આરોપી મદદ કરી ન કરે તે માટે નરેન્દ્રસિંહને મદદગારી કરનાર તેના સગા ભાઈ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ભયો જલુભાને એકસરખી 20 વર્ષની સજા ફટકારી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0