થરાદની સગીરાનું અપહરણ અને દુષ્કર્મના કેસમાં 2 ભાઇઓને કોર્ટે 20 વર્ષની કેદ અને રૂ.32 હજાર દંડ ફટકાર્યો…

August 2, 2025

ગરવી તાકાત મહેસાણા : થરાદથી વિજાપુર તાલુકાના રણાસણ ગામે મામેરામાં આવેલી 14 વર્ષની સગીરાનું અપહરણ કરીને ભગાડી જઈ દુષ્કર્મ આચરનારા આરોપી મદદગારી કરનાર તેના ભાઈ સહિત બંનેને મહેસાણા પોક્સો કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા અને રૂ.32 હજાર દંડ ફટકાર્યો. ઊંઝા તાલુકાના ડાભી ગામનો વિજયજી દીપાજી ઠાકોર સોશિયલ મીડિયાના માધ્યમથી થરાદમાં પરિવાર સાથે રહેતી 14 વર્ષની સગીરાના સંપર્કમાં આવ્યો.

Mehsana POCSO court sentences accused to 20 years imprisonment in rape case  of 15-year-old minor | સગીરાને ન્યાય: 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં મહેસાણા  પોક્સો કોર્ટ આરોપીને 20 ...

દરમિયાન, સગીરા વિજાપુર તાલુકાના રણાસણ ગામે મામેરામાં ગઈ તે સમયે વિજયજીએ તેને ફોન કરી બોલાવીને પોતાના ભાઈ અશોકજી દીપાજી ઠાકોરના બાઈક પર બેસાડીને લાલચ આપીને ભગાડી ગયો અને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ચાર્જસીટ કરી.

Corona's entry into Mehsana court slapped Clark positively | કોરોનાનું  આગમન: મહેસાણા કોર્ટમાં કોરોનાનો પ્રવેશ ક્લાર્કને પોઝિટિવ આવતાં ફફડાટ -  Mehsana News | Divya Bhaskar

જે અંગેનો કેસ મહેસાણાની પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સી.બી. ચૌધરીની દલીલો અને પુરાવાને આધારે જજ એમ.એફ. ખત્રીએ દુષ્કર્મ આચરનારા વિજયજી ઠાકોર અને સગીરાને ભગાડવામાં મદદ કરનાર તેના ભાઈ અશોકજી ઠાકોર બંને સગાભાઈઓને પોક્સોની કલમ હેઠળ દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને રૂ.32 હજાર દંડ ફટકાર્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0