ગરવી તાકાત મહેસાણા: વિજાપુરના ગોવિંદપુરા ગામના તળાવમાંથી આજે સવારે એક યુવાનની લાશ પાણીમાં તરતી મળી આવતા લોકો ચોકી ઉઠ્યા હતા. ઘટનાને પગલે ગામ લોકોના ટોળેટોળાં તળાવ કિનારે ઉમટી પડ્યા હતા. બાદમાં જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે યુવાન ગામમાં ઇલેક્ટ્રિક કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. બુધવારે સાંજે કુદરતે હાજતે જવા નીકળ્યા બાદ પોતાના ઘરે પરત ફર્યો નહોતો. સમગ્ર મામલે ત્રણ દિવસ સુધી યુવાનની શોધખોળ પરિવારે આદરી હતી. આજે સવારે ગામનાજ તળાવમાંથી યુવાની લાશ મળી આવતા પરિવાર પણ શોકમય બન્યો હતો. મૃતક ઠાકોર કમલેશજી શિવાજી હોવાનું સામે આવ્યું હતું.
સમગ્ર મામલે ગામલોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે દોડી આવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ લાશનએ પી.એમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામા આવી હતી.


