મોડાસામાં અદલા બદલી થઈ ગયેલું બાઇકને CCTV કેમેરાના માધ્યમથી નેત્રમ શાખાએ ગણતરીના કલાકોમાં શોધ્યું…

November 18, 2025

ગરવી તાકાત સાબરકાંઠા : અરવલ્લી પોલીસ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલા CCTV કેમેરાના માધ્યમથી ગુમ થયેલી બાઇક ગણતરીના કલાકોમાં નેત્રમ શાખા દ્વારા શોધી કાઢવામાં આવી અને મૂળ માલિકને પરત સોંપાઇ સમગ્ર ઘટનામાં ભૂલથી બાઇક અદલા બદલી થઈ ગઈ હોવાનું બહાર આવ્યું મોડાસાના ટીંટોઈના ચુડાવત દિલિપસિંહ વિક્રમસિંહ કામકાજ અર્થે મોડાસા આવ્યા.

બપોરે તેમણે પોતાની બાઇક પેલેટ ચોકડી પાસે પાર્ક કરી સાંજે કામકાજ પૂરું કરીને પરત ફર્યા ત્યારે સ્થળ ઉપર પાર્ક કરેલી બાઇક જોવા ન મળતાં તે ગુમ થઈ હોવાનું જણાતાં નેત્રમ શાખાનો સંપર્ક કર્યો પોલીસ કર્મચારી દ્વારા પ્રાથમિક માહિતી મેળવીને સીસીટીવીની ચકાસણી શરૂ કરાઇ. ચકાસણી દરમિયાન,

પેલેટ ચોકડીના કેમેરામાં કોઈ અજાણ્યો વ્યક્તિ ગુમ થયેલ બાઇક લઈ જતો નજરે પડ્યો આ અંગેની માહિતી તાત્કાલિક નેત્રમ ઇન્ચાર્જ વી. વી. ચૌધરીને અપાઇ પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ કોઈ ચોરીનો બનાવ ન પરંતુ બાઇકની અદલા બદલીના મામલામાં અન્ય ચાલક તરાર વિજયભાઈ દ્વારા ભૂલથી બાઇકની અદલા બદલી થઈ ગઈ હોવાનું બહાર આવ્યું પોલીસ દ્વારા વિજયભાઈનો સંપર્ક કરીને મૂળ માલિકને બાઇક સહી સલામત સોંપાઇ.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0