પુત્રને કેનેડાની ટીકીટ અપાવવાનું કહી ભરૃચના શખ્સે 1.15 લાખ ખંખેર્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

– મહેસાણાના અંબાસણ ગામના શિક્ષક સાથે છેતરપિંડી

– સોશિયલ મિડીયામાં આવેલી જાહેરાતની લાલચમાં આવેલો યુવક છેતરાયો: આરોપીને પકડવા પોલીસની કવાયત

ગરવી તાકાત મેહસાણા:  મહેસાણા તાલુકાના અંબાસણ ગામમાં રહેતા યુવકને દોઢેક વર્ષ પૂર્વે કેનેડા જવા માટે ટીકીટ કાઢી આપવાના બહાને ભરૃચના શખ્સે રૃ.૧,૧૫,૦૦૦ની છેતરપિંડી આચર્યાની ફરિયાદ લાંઘણજ પોલીસ મથકે નોંધાવા પામી હતી. અંબાસણ ગામમાં રહેતા અને ભાસરિયા ગામે આવેલ પગાર કેન્દ્ર સ્કૂલમાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતાં રાવળ બળદેવભાઈ હરજીભાઈએ એવી ફરિયાદ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ભરૃચના શખ્સ કરણ નિલેશકુમાર પટેલ વિરૃધ્ધ નોંધાવી હતી કે, ફરિયાદીનો નાનો પુત્ર શૈલેષ છેલ્લાં આઠેક વર્ષથી કેનેડા રહે છે. દરમિયાનમાં આશરે દોેઢેક વર્ષ અગાઉ ફરિયાદીનો પુત્ર શૈલેષ બીમાર હોઈ વતન અંબાસણ ગામે આવ્યો હતો.

જેની રજા પુરી થતાં  પરત કેનેડા જવા માટે ફરિયાદીના મોબાઈલ ફોન ઉપર આવેલી જાહેરાતમાં વીઝા તથા એરલાઈન ટિકિટ કાઢી આપવા અંગે ફરિયાદીએ પુત્ર શૈલેષને વાત કરી ટીકીટ મેળવવા માટે આરોપી કરણ નિલેશ પટેલનો ફોન-વોટ્સએપ પર સંપર્ક કર્યો હતો. જેમાં આરોપી કરણ પટેલની માગણી મુજબ  તેના એક્સિસ બેન્ક ખાતામાં ફરિયાદીએ માહે જૂન ૨૦૨૦ માં રૃ.૧.૧૫ લાખ ટ્રાન્સફર કર્યા હતા. જેમાં ૧૬ જૂન ૨૦૨૦ના  કેનેડાની ટીકીટ આવી જશે તેવી ખાતરી આરોપીએ આપી હતી.જો કે, ટીકીટ નહીં આવતાં અન્ય એજન્ટ દ્વારા ટીકીટ બુક કરાવી ફરિયાદીનો પુત્ર કેનેડા ગયો હતો. દરમિયાનમાં ફરિયાદીએ આરોપી  પાસે રૃ.૧.૧૫ લાખની માંગણી કરતાં આનાકાની કરતાં ફરિયાદીએ આ અંગે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં આરોપી કરણ નિલેશ પટેલ (રહે.મૈત્રીનગર, ભોલાવ, ભરૃચ) વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી સામે છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતની જુદીજુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

સ્થાનિક પોલીસે કાર્યવાહી ન કરતાં ગૃહ સચિવને રજૂઆત કરવી પડી: લીંચ-અંબાસણ ગામના મુખ્ય શિક્ષક બળદેવભાઈ હરજીભાઈ રાવળે વાતચીતમાં જણાવ્યું કે, તેના પુત્ર શૈલેષને કેનેડા જવાની ટીકીટ માટે ભરૃચના કરણ નિલેશ પટેલને રૃ.૧.૧૫ લાખ આપ્યાં હતા. જો કે, આરોપી કરણ પટેલે ટીકીટ નહીં આપી છેતરપિંડી કરી હતી. જે અંગે મુખ્ય શિક્ષક બળદેવભાઈએ જે તે વખતે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જો કે, પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતાં તેઓએ રાજ્ય સરકારના ગૃહ સચિવને અરજીથી જાણ કરી હતી. જેના પગલે લાંઘણજ પોલીસે ફરિયાદીનો જવાબ લઈ ભરૃચના શખ્સ વિરૃધ્ધ ઠગાઈ, છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.