ગરવી તાકાત મહેસાણા : બહુચરાજીમાં ઘરફોડ ચોરીનો ભેદ બેચરાજી પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી આરોપીને દબોચી લીધો બે દિવસ અગાઉ આ આરોપી ગંજ બજારમાં આવેલી એક દુકાનમાં ઘુસી તે દુકાનમાંથી 15 હજાર રૂપિયા રોકડા ચોરી કરી ફરાર થઇ ગયો જે ઘટના અંગે વ્યાપારીએ બેચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી બેચરાજીમાં શંખલપુર રોડ પર આવેલા મહેશ્વરી સોસાયટીમાં રહેતા પટેલ ચીનુભાઈએ 15 ઓક્ટોબરના રોજ બેચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી.
કે, ગંજ બજારમાં આવેલા તેઓની બ્રહ્માણી ફર્ટિલાઇઝર્સ નામની દુકાનના ડ્રોવરમાં તેઓએ 15 હજાર રૂપિયા મુક્યા તે રૂપિયા રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ ચોરી ગયા હોવાથી તેઓએ બેચરાજી પોલીસમાં અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાવી સમગ્ર કેસમાં બેચરાજી ટાઉનના બીટ જમાદાર પી.એસ.આઈ વી.એચ.પરમારે પોતાની ટીમ સાથે દુકાનમાં CCTV તપાસ કર્યા એ દરમિયાન કેમેરામાં આ તસ્કર કેદ થયો.
અને પોલીસ આ તસ્કરની વોચ રાખી રહી આ દરમિયાન પોલીસને બાતમી મળી કે, આ આરોપી બેચરાજી ટાઉનમાં દયાનંદ કોમ્પલેક્ષ સામે આવેલા સીદળાના ઝાડ નીચે આ આરોપી ઉભો હોવાની જાણ બેચરાજી પોલીસને થતા પોલીસે આરોપી યાદવ બીટુકુમાર મૂળ, બિહાર વાળાને ઝડપી લીધો તેમજ પોલીસે તેની પાસેથી 15 હજાર રૂપિયા રોકડા કબ્જે કર્યા.