ગરવી તાકાત બનાસકાંઠા : વાવ થરાદ જિલ્લામાં નાસતા-ભાગતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત, દિયોદર પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર મહેંદ્રસિંહ ઉર્ફે ગની રાઠોડની ધરપકડ કરવામાં આવી વાવ-થરાદ જિલ્લા પોલીસની SOG દ્વારા દિયોદર ટાઉન વિસ્તારમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ કચ્છ-ભુજ અને પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા, વાવ-થરાદ જિલ્લાની સૂચના બાદ SOG ટીમે આ કાર્યવાહી કરી.

SOG પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.જી. રબારીના નેતૃત્વ હેઠળ સ્ટાફ દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી મહેંદ્રસિંહ ઉર્ફે ગની રાઠોડ વિશે માહિતી એકત્ર કરવામાં આવી આ માહિતીના આધારે દિયોદર ટાઉન વિસ્તારમાંથી તેની અટકાયત કરવામાં આવી.

મહેંદ્રસિંહ રાઠોડ દિયોદર પોલીસ સ્ટેશનના પાર્ટ સી ગુ.ર.નં. 11195017250801/2025 હેઠળ પ્રોહિબિશન કલમ 65 (એ)(ઈ), 116(2), 98(2), 81 અને બી.એન.એસ.એસ. કલમ 72 મુજબના ગુનામાં નાસતો ફરતો વધુ કાર્યવાહી માટે તેને દિયોદર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો આ કામગીરીમાં PI એ.જી. રબારી (SOG, વાવ-થરાદ) ઉપરાંત HC હાનસંગભાઈ , HC શ્રવણસિંહ , HC ઇજાભાઈ , PC નૈપાલસિંહ , PC નાનજીભાઈ અને PC નરશીભાઈ સહિતના SOG સ્ટાફના કર્મચારીઓ જોડાયા.


