મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રામોસણા બ્રીજ નીચેથી પ્રોહિબીશનના આરોપીને ઝડપી લીધો
Sohan Thakor – મહેસાણા તા. 12- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેથાપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતાં આરોપીને મહેસાણા રામોસણા બ્રીજ નીચેથી ઝડપી લીધો હતો.
મહેસાણા જિલ્લામાં પેરોલ ફર્લો પર છૂટેલા તેમજ ગુનાહિત પ્રવૃતિ આચરી નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પી.આઇ આર.જે. ધડુકના નેતૃત્વમાં મહેસાણા એલસીબી પીએસાઇ એમ.ડી.ડાભી, હકો. વિજયસિંહ, કિરણજી, લાલાજી, અક્ષયસિંહ, રાજેન્દ્રસિિંહ, જયસિંહ, અજયસિંહ સહિતનો વિવિધ ટીમો બનાવી નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડવાની મહેસાણા શહેરમાં પેટ્રોલીંગમાં હતા
તે દરમિયાન અક્ષયસિંહ તથા રાજેન્દ્રસિંહને ખાનગી બાતમી મળી હતી કે, પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝાલા અર્જુનસિંહ દીલુભા રહે. વિરસોડા તા. જોટાણાવાળો મહેસાણા રામોસણા બ્રીજા પાસે ઉભો છે જે બાતમીના આધારે રામોસણા બ્રીજ પાસેથી ઝડપી પાડી ગાંધીનગરના પેથાપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.