સાબરમતી મધ્યસ્થ જેલમાંથી એક મહિનાના પેરોલ પર છૂટ્યા બાદ નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો 

July 13, 2024

મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે અમદાવાદ એલીસબ્રીજ પાસેથી આરોપીને દબોચી લીધો 

સાબરમતી જેલમાં બંધ પાકા કામનો આરોપી જેલમાંથી રજા પર ઉતર્યા બાદ હાજર ન થઇ છેલ્લા છ માસથી નાસતો ફરતો હતો 

ગરવી તાકાત, મહેસાણા તા. 13 – (Sohan Thakor) – છેલ્લા 6 માસથી અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી પેરોલ જમ્પ થયેલ કેદીને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે અમદાવાદ એલીસબ્રીજ ખાતેથી ઝડપી પાડી પરત અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરાઇ છે.

મહેસાણા જિલ્લામાં વિવિધ ગુનાઓ આચરી પોલીસ પકડથી નાસતા ફરતા તેમજ પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છૂટ્યા બાદ પરત હાજર ન થયેલા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાના  મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા આદેશ મુજબ એલસીબી પીઆઇ જે.જી.વાઘેલાના નેતૃત્વમાં પીએસઆઇ એન.પી.પરમાર, એએસઆઇ દિનેશજી, એએસઆઇ અનિરૂદ્ધ, પીસી રવિકુમાર સહિત પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ અનડીટેક્ટ ગુનાઓ શોધવાની કામગીરીમાં હતા તે દરમિયાન એએસઆઇ અનિરૂદ્ધભાઇ તથા પીસી રવિકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે,

અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલના પાકા કામનો કેદી ભીખાભાઇ કનુભાઇ મકવાણા રહે. જંત્રાલ, તા. વિજાપુરવાળો એક માસની પેરોલ રજા ઉપર આવ્યો હતો. તા. 01-01-2024ના રોજ અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં પરત હાજર થવાનું હતું પરંતુ પરત જેલમાં ગયા વિના છેલ્લા છ માસથી નાસતો ફરતો હતો જે હાલમાં અમદાવાદ એલીસબ્રીજ વિસ્તારમાં કામ અર્થે આવનાર હોવાની ચોક્કસ બાતમી મળી હતી જે બાતમીના આધારે મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ ખાનગી વાહનમાં બેસી એલીસબ્રીજ પહોંચી બાતમીવાળી જગ્યાએથી ફરાર આરોપી ભીખાભાઇ પરમારને ઝડપી પાડી અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરાઇ છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0