થોળ વનજીવ અભયારણ્યને ‘રામસર સાઇટ તરીકેની માન્યતા આપવામાં આવી છે .
થોળ પક્ષી અભયારણ્યમાં દર વર્ષે ૭૦ થી વધુ વિદેશી પ્રજાતિના પક્ષીઓ આવતા હોય છે. સામાન્ય રીતે ૨૨૫ પ્રજાતિનાં પક્ષીઓ હોય છે
ગરવી તાકાત, મહેસાણા તા. 31 – મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ૬૯૯ હેક્ટરમાં ફેલાયેલાં થોળ વનજીવ અભયારણ્યને વર્ષઃ ૨૦૨૧માં ‘રામસર સાઇટ તરીકેની માન્યતા આપવામાં આવી છે. તેમાં સારસ, કૂંજ, કરકરા, રાજહંસ, ગાજહંજ, શ્વેતભાલ હંસ, વેડર્સ, સ્થાનિક અને યાયાવર બતકો જોવાં મળે છે. હવે વાત થોળ તળાવ પક્ષી અભયારણ્યની ….. એ છીછરા તાજા પાણીનો ભાગ છે, જે મશકો દ્વારા ઘેરાયેલા અને રહેલા ઝાડીવાળું જંગલ છે. થોળ મહેસાણા જિલ્લામાં આવેલા કડી તાલુકાનું આવેલું એક ગામ છે. થોળ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે.

આ થોળ ગામ નજીક એક કૃત્રિમ તળાવ આવેલું છે. તે સિંચાઇ માટે ૧૯૧૨માં બનાવવામાં આવ્યું હતું. તે મીઠા પાણીનું તળાવ છે. ૧૯૮૮માં તેને થોળ પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું .થોળ ગામ પાસે આવેલા તળાવ અને તેના કાંઠાના વિસ્તારોને થોળ પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવેલ છે. અહીં શિયાળાની ઋતુ દરમ્યાન દેશ (હિમાલય અને ઈશાન રાજ્યોના ઠંડા વિસ્તારોમાંથી) અને વિદેશનાં અનેક પક્ષીઓ આવે છે જેમાં જળચર પક્ષીઓ મુખ્ય છે. દર વર્ષે ૭૦ થી વધુ વિદેશી પ્રજાતિના પક્ષીઓ આવે છે.

થોળ પક્ષી અભયારણ્યમાં દર વર્ષે ૭૦ થી વધુ વિદેશી પ્રજાતિના પક્ષીઓ આવતા હોય છે. અંદાજે 30 થી 40 હજાર પક્ષીઓ થોળ પક્ષી અભયારણ્યમાં આવે છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા આ પક્ષીઓની ઓળખ અને સંશોધન કરવામાં આવે છે. શિયાળો શરૂ થતા જ ઠંડા પ્રદેશોના પક્ષીઓ થોળ આવી પહોંચે છે. વધુ ઠંડા પ્રદેશોમાં ઠંડી માઈનસ ડિગ્રી સુધી પહોંચી જતા પક્ષીઓ થોળ અભ્યારણમાં આવતા હોય છે ગુજરાતના ગૌરવ સમાન આ થોળ પક્ષી અભ્યારણ જ્યા દર વર્ષ હજારો લાખો પક્ષી અનેક હજાર કિલોમીટર કાપીને આવે છે. ગત વર્ષે દસ હજાર કિલોમીટર અંતર કાપી કડીના થોળમાં પક્ષી અભયારણ્ય ખાતે કુંજ નામનું પક્ષીઓ હજારો કિમી કાપી પહોંચ્યું હતુ .

પક્ષીપ્રેમીઓ માટે પોતાના ગણાતા થોળ પક્ષી અભયારણ્યમાં ૮૭ પ્રજાતિનાં પક્ષીઓ હોવાનો અંદાજ છે. થોળ ગામની બાજુમાં ૧૯૧૨માં તત્કાલીન ગાયકવાડ રાજ્ય સરકારે આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. તળાવ નિર્માણનો હેતું સિંચાઇ માટેનું પાણી પુરું પાડવા માટે થયું હતું. હાલમાં તળાવની દેખરેખનું કામ ગુજરાત સરકારના વન અને સિંચાઇ એમ બંને વિભાગો હેઠળ થાય છે. ૧૯૯૮માં તળાવ અને તેના કાંઠાના વિસ્તારોને થોળ પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યો છે. આ પક્ષી અભયારણ્ય એ છીછરા તાજા પાણીનો ભાગ છે, જે ધાર પરની મશકો દ્વારા ઘેરાયેલા છે અને બાજુઓને શરૂ કરી રહેલા ઝાડીવાળું જંગલ છે.તળાવનો બેઝિન વિસ્તાર ૭૦૦ હેક્ટર છે.

આ વિસ્તારના પર્યાવરણને ૧૯૮૬ના કાયદા મુજબ આરક્ષિત ઘોષિત કરવામાં આવ્યો છે. થોળ તળાવ કલોલથી ૨૦ કિમીના અંતરે અને અમદાવાદથી ૪૦ કિમીના અંતરે મહેસાણા જિલ્લામાં આવેલું છે. થોળમાં સામાન્ય રીતે 225 પ્રજાતિનાં પક્ષીઓ હોય છે. જેમાં બારહેડેડ ગુસ, ગ્રે લેગ ગુસ, ગ્રેટ વ્હાઇટ ,રેડ ક્રેસ્ટેડ પોકાર્ડ અને સ્થાનિક પક્ષીઓ જોવા મળે છે. – મહેસાણા માહિતી કચેરી- હેમલત્તા પારેખ

