ગરવી તાકાત પાટણ : સરસ્વતી પંથકની 16 વર્ષેની સગીરાનું અપહરણ થયું હોવાની તેના પિતાએ વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરતાં કલાણા ગામના રહેવાસી અને હાલ સુજાણપુર ખાતે રહેતા રાજપૂત અભિજીતસિંહ રામુજીએ અપહરણ કર્યું હોવાનું બહાર આવ્યું.
![]()
પોલીસ દ્વારા ખાનગી સૂત્રો અને ટેકનિકલ માહિતીના આધારે ધુરી (પંજાબ) ખાતે રેડ પાડવામાં આવી ત્યાં અલગ અલગ સ્થળે તપાસ કરતા આખરે સગીર બાળાને સલામત રીતે શોધી કાઢી તેમજ આરોપીને ઝડપી પાડ્યો.

તેવું તપાસ અધિકારી વાગડોદ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પો.ઇન્સ્પેક્ટર પી.એમ. બોડાણા એ જણાવ્યું કે સગીરાના નિવેદન આધારે અપહરણ ગુનાની અંદર પોસ્કો અને દુષ્કર્મની કલમનો ઉમેરો કર્યો આરોપીને ઝડપી કોટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી.


