ગરવી તાકાત બનાસકાંઠા : થરાદ પોલીસે વાતડાઉ ગામની સીમમાં ભારતમાલા રોડ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો વાહન ચેકિંગ દરમિયાન માટીની આડમાં છુપાવેલો દારૂ મળી આવ્યો પોલીસે એક આરોપીની ધરપકડ કરી કુલ રૂ. ૧૫.૪૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસ સ્ટાફ વાતડાઉ ગામની સીમમાં ભારતમાલા રોડ પર વાહન ચેકિંગ કરી રહ્યો.

તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલા RJ-19-GF-0267 નંબરના ટ્રેઈલરમાંથી માટીની આડમાં છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૨૦૦૨ બોટલો મળી આવી આ દારૂની કિંમત રૂ. ૫,૧૨,૯૨૦/- આંકવામાં આવી દારૂના જથ્થા ઉપરાંત, પોલીસે ટ્રેઈલર ગાડી અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો દારૂ, વાહન અને મોબાઈલ સહિત કુલ રૂ. ૧૫,૪૨,૯૨૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.
![]()
આ કેસમાં પોલીસે રામચંદ્ર દલ્લારામ વૈશ્ણવ (સાધુ), ઉંમર ૩૧, ધંધો ડ્રાઈવિંગ, રહે. લાખોણી ગોદારી કી ઢાણી, નિમ્લકોટ, તા. સિણધરી, જિ. બાડમેર, રાજસ્થાનની ધરપકડ કરી દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર સહિત તમામ આરોપીઓ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.


