થરાદ પોલીસે ATM કાર્ડ બદલીને એક મહિલાના ખાતામાંથી ₹25,000 ઉપાડી લેનાર આરોપીને ઝડપી પાડ્યો…

January 21, 2026

ગરવી તાકાત થરાદ : થરાદ પોલીસે ATM કાર્ડ બદલીને એક મહિલાના ખાતામાંથી ₹25,000 ઉપાડી લેનાર આરોપીને ઝડપી પાડ્યો આ ઘટના 8 જાન્યુઆરી, 2026ના રોજ બની જેમાં રડકા ગામના પ્રવીણગીરી ગોસ્વામીએ મહિલાને મદદ કરવાના બહાને છેતરપિંડી આચરી મળતી માહિતી મુજબ, 8 જાન્યુઆરી, 2026ના રોજ એક મહિલા થરાદ ચાર રસ્તા પાસે આવેલા AU બેંકના ATMમાં પૈસા ઉપાડવા ગયા તે સમયે ત્યાં હાજર પ્રવીણગીરી ગોસ્વામીએ તેમને પૈસા ઉપાડવામાં મદદ કરવાની ઓફર કરી તકનો લાભ ઉઠાવીને તેણે મહિલાનું ATM કાર્ડ બદલી નાખ્યું અને તેમને નકલી કાર્ડ આપી આરોપીએ મહિલાને જણાવ્યું કે પૈસા ઉપડતા નથી, અને તરત જ બીજા ATMમાંથી મહિલાના ખાતામાંથી ₹25,000 ઉપાડીને ફરાર થઈ.

Tharad Police Arrest Pravin Giri for ATM Card Fraud | Womans Rs 25,000  Withdrawn

છેતરપિંડીનો અહેસાસ થતાં મહિલાએ થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ફરિયાદ મળતા જ થરાદ PI એ.ટી. પટેલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી તેમણે તેમની ડી-સ્ટાફ ટીમને AU બેંકના CCTV ફૂટેજ તપાસવા મોકલી જ્યાં આરોપીનો આછો પાતળો ફોટો નજરે પડ્યો પોલીસે તપાસ કરી કે બદલાયેલા ATM કાર્ડમાંથી ક્યાંથી પૈસા ઉપાડવામાં આવ્યા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પૈસા ધરતી કોમ્પ્લેક્સ પાસે આવેલા બેંક ઓફ બરોડાના ATMમાંથી ઉપાડવામાં આવ્યા પોલીસે તે સ્થળે જઈને કેમેરાના આધારે ખાતરી આસપાસની 20 જેટલી દુકાનોના CCTV ફૂટેજ તપાસ્યા બાદ પોલીસને આરોપી અંગે ચોક્કસ માહિતી મળી.

બાતમીના આધારે પોલીસને જાણ થઈ કે આરોપી પીલુડા માર્કેટ યાર્ડના ATMમાં પૈસા ઉપાડવા જઈ રહ્યો પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી આરોપી પ્રવીણગીરી ગોસ્વામીને ઝડપી પાડ્યો પોલીસે ચોરી કરાયેલા પૈસા પરત અપાવવાની કાર્યવાહી પણ હાથ ધરી થરાદ PI એ.ટી. પટેલે જણાવ્યું કે, પોલીસ અધિક્ષક દ્વારા આ ઘટનાની તપાસ માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી આ ટીમે સઘન તપાસ બાદ રડકા ગામના ગૌસ્વામી પ્રવીણગીરીને ઝડપી પાડ્યો પોલીસ હાલ તેની પાસેથી મુદ્દામાલ અને ATM કાર્ડ રિકવર કરવાની કાર્યવાહી કરી રહી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0