થરા કોલેજમાં પ્રવેશોત્સવ-પુસ્તક વિમોચન  મામલતદાર અધ્યક્ષ સ્થાને યોજાયો

July 27, 2022
ગરવી તાકાત થરા : કાંકરેજ તાલુકા કેળવણી મંડળ,થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કૉમેર્સ કોલેજ, થરાના પ્રાંગણમાં કોલેજના પ્રથમ વર્ષના સ્નાતક અનુસ્નાતક પ્રવેશોત્સવ- કોલેજ સોવિનીયેર કાંકરેજની કલગી પુસ્તકનું વિમોચન વિધિ ગઈકાલે  કાંકરેજ મામલતદાર ભરતભાઈ જી. દરજીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી
કોલેજના પ્રિ.ડૉ.દિનેશભાઈ ચારણે સ્વાગત પ્રવચન આપી, માર્ગદર્શન પ્રેરણા  કોલેજના પૂર્વ.પ્રિ.ડૉ. હેમરાજભાઈ આર. પટેલ દ્વારા મળેલ. આ પ્રસંગે મંડળના કેળવણી મંડળના પ્રમુખ ધીરજભાઈ કે.શાહ,મંત્રી જીતુભાઈ ધાણધારા,પૂર્વ સરપંચ મંડળના ટ્રસ્ટી ચંદ્રસિહ વાઘેલા,પાલિકા કોર્પોરેટર ગીરાબેન શાહ,કોલેજ ભૂમિ દાતા રાજેશભાઈ સોની,મંડળના ટ્રસ્ટી ગણેશભાઈ દેસાઈ,યશપાલસિંહ ટી વાઘેલા,પ્રા.લાલજીભાઈ વણકર, પ્રા.ડૉ.રામજીભાઈ રોહિત, પ્રા.ડૉ.હરેશભાઇ દવે સમગ્ર અધ્યાપકગણ વિદ્યાર્થી ભાઈ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન  પ્રા.ડૉ.મયંકભાઈ જોષીએ કર્યું હતું.
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0