ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા જૂનાગામતળમાં આવેલ શ્રી રામચંદ્ર ભગવાનના મંદિરેથી વર્ષોથી ઠાકોરજીની શોભાયાત્રા નીકળે છે વર્ષોની પરંપરા મુજબ ચાલુ સાલે આજરોજ ભાદરવા સુદ-૧૧ ને મંગળવારના રોજ સવારે ૯.૧૫ કલાકે રામજી મંદિરેથી જલ- ઝીલણી એકાદશીએ ઠાકોર ભગવાનની વિશાળ સંખ્યામાં શોભાયાત્રા નીકળેલ. જે નિજ મંદિરેથી નીકળી, મેઈન બજાર થઈ દરબારગઢમાં વિસામો કરેલ ત્યારે સ્ટેટમાજી રાજવી પરિવાર જનોએ આરતી ઉતારી પ્રસાદ લઈ ત્યાંથી શોભાયાત્રા નીકળી તેરવાડિયા વાસ,જૈન દાદાવાડી, હાઈસ્કૂલ રોડ,માર્કેટ ગરનાળા, હાઈવેસ્થિત બહુચર માતાજી મંદિરે પહોંચેલ જયાં પૂજારી મુકેશભારથી સોમભારથી ગૌસ્વામીએ સ્વાગત કરી ટ્રસ્ટીઓએ ચા-પાણી કરાવેલ.
ત્યાંથી તક્ષશીલા સોસાયટી, ગોકુળ નગર સોસાયટી,શાંતિ નગર સોસાયટી તાણાં ખાતે સ્વ.ધર્મેન્દ્રકુમાર લક્ષ્મીરામ ઠક્કર પરિવાર દ્વારા ઠાકોરજીની પધરામણી કરી આરતી પુજન કરી જામપૂર રોડ,ટોટાણા ગરનાળા,નગર પાલિકા રોડ,ઝાઝાવડા મહાદેવ મંદિર,સદુભાપાટી, પટેલવાસ, રાવળવાસ,પ્રજાપતિ વાસ,જૂના ગંજ બજાર,જૂનાગામ તળમાં બિરાજેલ રાજ-રાજેશ્વરી શ્રી બહુચર માતાજી મંદિર થઈ નિજ મંદિરે પહોંચેલ ભગવાન ઠાકોરજી મહા આરતી ઉતારેલ.આ પ્રસંગે રામજી મંદિરના પૂજારી આશુતોષભાઈ એફ.જોષી, ફરશુંભાઈ ડી.જોષી,ફરશુંભાઈ એમ.ઠક્કર પરાગ પંપ, અલ્પેશભાઈ રઘુભાઈ પ્રજાપતિ, જેન્તીભાઈ ઠક્કર,રજનીકાંત ઠક્કર,નવીનભાઈ પ્રજાપતિ, રમેશભાઈ દરજી,સહિત વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો શોભાયાત્રા માં જોડાયા હતા.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ