મહેસાણા શહેરના ટીબી રોડ પર સર્વોદય બેન્કની પાસે ગઈકાલે શુક્રવારે રાત્રે ૧૧ વાગ્યાની અરસામાં અગાઉ થયેલી માથાકૂટની જૂની અદાવતમાં ટીબી રોડ પર રહેતા દિપકજી અને તેની માતા પર થયેલા હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી
મહેસાણા શહેરમાં વર્ષની અંતિમ રાતે હુમલાની ઘટના સામે આવી હતી. જેમાં સૂત્રો પ્રમાણે મહેસાણા શહેરમાં આવેલા ટીબી રોડ પર સર્વોદય બેન્ક પાસે જૂની અદાવતમાં એક યુવક અને તેની માતા પર કેટલાક લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવકને લોહીલુહાણ કરી મુક્યો હતો. જેમાં શખ્સોએ ઘાયલ યુવકને દવાખાને લઇ જતા સમયે તેની માતાને પણ ચપ્પા વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી.
જેમાં સર્વોદય બેન્ક પાસે ઠાકોર દીનેશ હવેલી તેમજ તેમના માણસોએ ભેગા મળીને લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો વડે જૂની અદાવતમાં ઠાકોર દીપક પર હુમલો કરતા દીપક લોહીલુહાણ હાલતમાં રોડ પર પડ્યો હતો. બાદમાં તેની માતા સજન ઠાકોરને આ મામલે જાણ થતાં પોતાની દીકરી અને અને મહોલ્લામાં રહેતા ધવલને લઈ ઘાયલ બનેલા દિપકને સારવાર માટે હોસ્પિટલ લઇ જઇ રહ્યા હતા.
તે દરમિયાન રસ્તામાં દિનેશ અને તેના માણસો ભેગા મળી બોલાચાલી કરી હતી. જેમાં દિનેશે પોતાના હાથમાં રહેલી તલવાર માથાના પાછળના ભાગે મારી સજન બેનને ઈજાઓ પહોંચાડી હતી. બાદમાં તેમણે બુમાબુમ કરતા આજુબાજુમાં રહેતા માણસો આવી જતાં દિનેશ હવેલી અને તેના માણસો ત્યાંથી ભાગી ગયા હતા.
ત્યાર બાદ ઘાયલ બનેલા દિપકને સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જેમાં ફરિયાદી સજન બેને મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ઠાકોર દિનેશ, સંદીપ ઉર્ફ કલરીયો, બાદલ, લાલો ભાણો, ઠાકોર પિન્ટુ, ભુરિયો આમ કુલ છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. મહેસાણા બી ડિવિઝન પીઆઇએ પણ ઘટના સ્થળની મુલાકાત લઇ વધુ તપાસ ધરી હતી
ન્યુજ એજન્સી