ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ છેલ્લા બે મહિનામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ.ઘેટીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ, સાયબર ક્રાઇમ ટીમ અને ટેકનિકલ એક્સપર્ટ્સની ટીમે નાગરિકોના ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢવા.

અને સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના નાણાં પરત મેળવવા સચોટ તપાસ હાથ ધરી આ કામગીરીના ભાગરૂપે છેલ્લા એક મહિનામાં ગુમ થયેલા 10 એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની અંદાજિત કિંમત રૂ 3,42,385 અને CIER પોર્ટલ પરની ઓનલાઇન અરજીઓના આધારે શોધી કાઢીને તેમના મૂળ માલિકોને સફળતાપૂર્વક પરત કરવામાં આવ્યા.

તેમજ છેલ્લા બે માસમાં NCCRP નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પરની અરજીઓ પર ખંતપૂર્વક તપાસ કરીને સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોના બેન્ક ખાતામાં કુલ રૂ 1,33,473 નું રિફંડ જમા કરાવવામાં આવ્યું બી-ડિવિઝન પોલીસની આ પ્રશંસનીય કામગીરીથી મહેસાણાના નાગરિકોને તેમની કિંમતી વસ્તુઓ અને મહેનતની કમાણી પાછી મળી.


