સગીરાના અપહરણ કેસમાં તેલાવીના આરોપીને કોટે 10 વર્ષની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

— સગીરાને રૂ.1.50 લાખ વળતર ડીએલએસ ઓફિસમાંથી અપાવવા હુકમ કર્યો છે :

ગરવી તાકાત મહેસાણા : જોટાણા તાલુકાના તેલાવી ગામના શખ્સને 14 વર્ષની સગીરાને ભગાડી જવાના કેસમાં દોષિત ઠેરવી મહેસાણાની સ્પે. પોક્સો કોર્ટે 10 વર્ષની સજા અને રૂ. 50 હજાર દંડનો હુકમ કર્યો છે. જ્યારે 1 આરોપીને પુરાવાના અભાવે છોડી મૂક્યો હતો. પીડિત સગીરાને રૂ.1.50 લાખ વળતર ડીએલએસ ઓફિસમાંથી અપાવવાનો હુકમ પણ કર્યો છે.

આજથી સાડા 3 વર્ષ અગાઉ 14 વર્ષીય સગીરાને જોટાણા તાલુકાના તેલાવી ટેબા ગામનો ચેતન ધરમશીભાઇ ઠાકોર તેને ભગાડી ગયો હોવાની ફરિયાદ સગીરાની માતાએ વિજાપુર પોલીસ સ્ટેશનમાં 1 ઓક્ટોબર 2018ના રોજ નોંધાવી હતી.  કેસ મહેસાણામાં સ્પે.પોક્સો જજ એ.એલ. વ્યાસની કોર્ટમાં ચાલી ગયો જેમાં સરકારી વકીલ નિર્મલભાઇ એસ. શાહે 22 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. અને 16 સાક્ષી તપાસ્યા હતા.

સરકારી વકીલની દલીલો કોર્ટે માનીને આરોપી ચેતન ધરમશીભાઇ ઠાકોરને 10 વર્ષની સજા અને રૂ.50 હજાર દંડનો હુકમ કર્યો હતો. તેમજ ભોગ બનનારને રૂ.1.50 લાખનું વળતર ડીએલએસ ઓફિસમાંથી અપાવવા હુકમ કર્યો હતો. સહ આરોપી યુવકના પિતાને પુરાવાના અભાવે મુક્ત કરાયા હતા.

તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.