ગરવી તાકાત મહેસાણા : વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના MCA ડીપાર્ટમેન્ટ માં Teacher’s Day પ્રોગ્રામ યોજાયો. દર વર્ષે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના MCA ડીપાર્ટમેન્ટ દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિ ના ભાગરૂપે Teacher’s Day નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે Teacher’s Day માં MCA ના પ્રથમ સેમિસ્ટર માં પ્રવેશ મેળવેલ અને થર્ડ સેમિસ્ટર ના ટોટલ ૧૨ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓએ પોતાના class rooms ને ફૂલો થી અને વિવિધ રંગોળી થી સુશોભિત કર્યા હતા.આ દિવસે દરેક વિદ્યાર્થીએ આયોજક ની ભૂમિકા નિભાવી હતી. એસોસિએટ ડીન, ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર સાયન્સ અને HOD, MCA, SPCE ડૉ. ઇદ્રીશ આઈ સંધીએ વિદ્યાર્થીઓને teacher’s day નું મહત્વ સમજાવ્યું હતું અને વિદ્યાર્થીઓને teacher’s day માં ભાગ લેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.