ગરવી તાકાત મહેસાણા : મહેસાણા તાલુકાના લાખવડ ગામની સીમમાં કેટલાક દિવસ પૂર્વે ગૌવંશની હત્યા કરનારા આરોપીઓ પૈકી વધુ એક આરોપીને તાલુકા પોલીસે અમદાવાદમાં ધામા નાખીને ઝડપી પાડ્યો. મહેસાણા શહેરમાં રખડતી ગાયોને ગાડીમાં ભરીને લાખવડ ગામની સીમમાં અવાવરું જગ્યામાં લાવી ગૌવંશની હત્યા કરનાર.
![]()
ત્રણ આરોપીઓને અગાઉ પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય કેટલા આરોપીઓ અમદાવાદ હોવાની બાતમીને આધારે મહેસાણા તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.જી. બડવાએ પોતાની ભાવિક ચૌધરી સહિતની ટીમને અમદાવાદ મોકલી.

જ્યાં આ ટીમે સતત ત્રણ દિવસ સુધી ધામા નાખીને અમદાવાદના અસારવા પુલ નીચે પઠાણની ચાલીમાં રહેતા મહમ્મદફરદીન શાહબુદ્દીન શેખને ગીતામંદિર બસ સ્ટેશન નજીકથી ઝડપી પાડ્યો પોલીસે ગૌવંશના હત્યા કેસમાં વધુ એક આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો.


