પાટણમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ જિલ્લા પુરવઠા તંત્રએ નાગરિકોને આવી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી…

March 24, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને કારણે ઈંધણની અછત સર્જાશે તેવી સોશિયલ મીડિયા પર ફેલાયેલી વાતો માત્ર અફવા છે. જિલ્લા પુરવઠા તંત્રએ નાગરિકોને આવી પાયાવિહોણી અફવાઓથી દૂર રહેવા અને પેટ્રોલ પંપો પર બિનજરૂરી ભીડ ન કરવા અપીલ કરી છે. વર્તમાનમાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે.

ઈરાન દ્વારા હોર્મુઝ સામુદ્રધુની પર નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે. આ ભૂરાજકીય પરિસ્થિતિને ધ્યાને રાખી ભારત સરકારે તરલીકૃત ગેસ અંગે મહત્વના નિર્દેશો આપ્યા છે, પરંતુ આ યુદ્ધની પેટ્રોલ અને ડીઝલના આયાતી જથ્થા પર કોઈ અસર થઈ નથી. જિલ્લામાં કાર્યરત ઓઈલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ પંપો પર ઈંધણનો જથ્થો પર્યાપ્ત માત્રામાં છે.

Patan Fuel Supply Normal; No Shortage Rumors | Patan News

સોશિયલ મીડિયામાં ફેલાઈ રહેલા અછતના સમાચાર પાયાવિહોણા હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી, પાટણે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, જનતાએ ખોટી અફવાઓથી ગભરાવાની જરૂર નથી. જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે ખોટી ભીડ એકત્ર ન કરવી અને પુરવઠા બાબતે તંત્ર પર વિશ્વાસ રાખવો. જોકે, આ અફવાઓને કારણે પાટણ શહેરના પેટ્રોલ પંપો પર પેટ્રોલ ભરાવવા માટે લાંબી કતારો જોવા મળી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0