ગુજરાતના પાલનપુર(બનાસકાંઠા)મા બનેલ ફયુચર બ્રેઈન એન્ડ સ્પાઈન હોસ્પિટલ રોજ- બરોજ દર્દીઓને ઈમરજન્સી તેમજ લાંબા ગાળાના કમર,મણકા,અને મગજ ના દુ:ખાવા માટે આશિર્વાદ રૂપ બની છે.ડોકટરોની નગરી તરીકે જાણીતા બનેલા પાલનપુરમા ગુજરાત,રાજસ્થાનના અનેક દર્દીઓ ઈમરજન્સી સારવાર માટે ફયુચર હોસ્પિટલ પાલનપુર ખાતે આવે છે. તેમાં પણ વધુ એક મોરપીંછ ઊમેરાયું છે.
તાજેતરમાં જ નેપાળના રહેવાસી ભાનસિંગ લુહાર,ઉં-65 આજથી 9 દિવસ પહેલાં કામમા વજન ઉપાડવાના કારણે તેમને અચાનક અસહ્ય દુ:ખાવો શરૂ થયેલ અને ધીરે ધીરે તેઓ સંપૂર્ણ કમરમાંથી વાંકા નમી ગયેલ અને બંન્ને પગ સૂના થઇ ગયેલ હતાં. જેના કારણે તેઓ પથારી વશ થઇ ગયેલ,તેમના સગા સંબંધી ને જાણ થતા તેમને ગુજરાત ના પાલનપુરમા જાણીતી વિખ્યાત હોસ્પિટલ ફયુચર બ્રેઈન એન્ડ સ્પાઈન હોસ્પિટલ જવાનો નિર્ણય કરેલ હતો. તારીખ 16-09-2021ના રોજ તેમને ફયુચર હોસ્પિટલ મા ખસેડાયા.જયાં વિખ્યાત સ્પાઈન ડો.અર્થ પટેલ અને ડો.ભવ્ય શાહ દ્ધારા ઝીણવટ પૂર્વક નિદાન કરવામા આવ્યુ હતુ. એમ.આર.આઈ રિપોર્ટમા જાણવા મળ્યુ કે કમરની બંન્ને ગાદી ફાટીને સંપૂર્ણ બહાર આવી ગયેલ અને ચેતાની નસ દબાઈ ગયેલ છે.બીજા જ દિવસે તેમનુ સફળ ઓપરેશન કરવામા આવ્યુ. ઓપરેશના ના બે દિવસ બાદ દદીૅ લકવા માંથી સંપૂર્ણ પણે સાજો થઈ પોતાના પગ પર ચાલતો થઇ ગયેલ.
આ પણ વાંચો – પાલનપુરની લેન્ડ રેકર્ડ કચેરીના સર્વેયર રૂપિયા ૩૦ હજારની લાંચના છટકામાં ઝડપાયા
આમ,સ્પાઈન સર્જન ડો.અર્થ પટેલની મુલાકાતમાં જાણવા મળ્યુ હતુ કે આ દર્દીને Cauda Equina Syndrome હતો.જેમાં ગાદી ફાટી જવાના લીધે ચેતાની નસ દબાઈ જાય છે.સમયસર નિદાન કરી તેનુ સફળ ઓપરેશન કરવામા આવે તો સંપૂણૅ રિકવરી શકય બને છે.તેમજ ડો.ભવ્ય શાહ જોડે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે પહેલાં આ પ્રકારના ઓપરેશનો માટે અમદાવાદ જવુ પડતુ હતુ,પરંતુ ફયુચર હોસ્પિટલ મા માઈક્રોસ્કોપ, ન્યુરો મોનિટરિંગ અને અધતન ઉપકરણો વડે મણકા,ગાદી તેમજ નસના ઓપરેશન કરવામા આવે છે.જેથી ઓપરેશન સફળ થવાની શક્યતા ખૂબ વધી જાય છે,અને ઓપરેશનો મા રહેલ જોખમો ટાળી શકાય છે.આમ,ફયુચર હોસ્પિટલ ગુજરાત આજુબાજુ ના રાજય ના નહી પરંતુ આંતર રાષ્ટ્રીય દર્દીના દુ:ખ દૂર કરવામા પણ સફળ થતા મેડીકલ ટુરીઝમ સેન્ટર બન્યુ છે.