બનાસ મેડિકલ કોલેજ મ્યુકર માઇકોસીસની સારવાર માટે તમામ સાધનોથી સજ્જ કરાઈ
પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે મ્યુકર માઇકોસીસની સારવાર માટે યુ.એસ.એની કંપનીના દુરબીનના સાધનો સહિતની સાધન સામગ્રી ખરીદ કરીને હોસ્પિટલ સુસજ્જ કરાઇ છે. જેમાં આજે ઇએનટી વિભાગના હેડ ડો. દેવેન્દ્ર જૈન, ડો.સાધના અને ડો.ઝલક મોઢની ટીમ દ્વારા મ્યુકરના એક દર્દીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના બાદ આવેલા મ્યુકરમાઇકોસિસ રોગને અટકાવવા અને દર્દીઓને સાજા કરવા માટે હવે બનાસ મેડીકલ કોલેજ ખાતે મેડ ઈન યુએસએ સ્ટ્રાઇકર કંપનીના ૨૭ લાખના ઇ.અેન.ટી.ના દુરબીનો શાહ તથા સાધનો બનાસ મેડીકલ કોલેજ ખાતે ખરીદવામાં આવ્યા છે. મ્યુકરમાઇકોસીસની સારવાર હવે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે વિનામૂલ્યે કરવામાં આવશે તેમ પણ જણાવાયુ છે. આજે મ્યુકરમાઇકોસિસના પ્રથમ એક દર્દીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું પણ સિવિલ હોસ્પિટલના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.