ગુજરાત ATSનું સફળ ઓપરેશન: રાજકોટના પડધરી નજીક અવાવરું સ્થળેથી 214 કરોડનું 30 કિલો 600 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું :

May 13, 2023

ગરવી તાકાત, તા. 13-  ગુજરાતમાં ડ્રગ્સની ઘૂસણખોરી અટકાવવા ATS સક્રિય છે ત્યારે વધુ એક વાર એટીએસએ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. રાજકોટના પડધરી નજીક અવાવરું સ્થળેથી 214 કરોડનું 30 કિલો 600 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું હતું. દિલ્હીથી નાઝીરિયન શખ્સની ધરપકડ કરાઈ છે. પાકિસ્તાનથી ડ્રગ્સ સપ્લાય કરાયું હતું તો પછી ખંઢેરી સ્ટેડિયમ સુધી ડ્રગ્સ કેમ પહોંચ્યું? ATSએ આરોપીને કેવી રીતે પકડ્યો? તે તમામ વિગતોનો ખુલાસો થયો છે.

દિલ્હીથી ઝડપાયેલ નાઝીરિયન શખ્સને રાજકોટની ફાસ્ટ્રેક કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેના 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ અંગે કોર્ટમાં દલીલો કરનાર જિલ્લા મુખ્ય સરકારી વકીલ એસ.કે. વોરાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીની વિગત મુજબ ગુજરાત એટીએસએને બાતમી મળી હતી કે, રાજકોટની ભાગોળે ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ પાછળ એક અવાવરું જગ્યામાં ડ્રગ્સનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ જથ્થો પાકિસ્તાનથી અનવર નામમાં શખ્સે સપ્લાઉ કર્યો હતો. ગુજરાતના દરિયા કિનારેથી જાફરી નામના શખ્સે આ જથ્થો રિસીવ કર્યો હતો અને પડધરીના ખંઢેરી નજીક છુપાવ્યો હતો. આ જથ્થો અહીં દિલ્હીનો બબલુ નામનો શખ્સ લેવા આવશે તેવી માહિતી હતી. અનવર, જાફરી, બબલુ, ઓકોયો અને એક્વાનિફ નામ ખુલ્યા

બાતમીના આધારે એટીએસએ વોચ ગોઠવી હતી પણ બબલુ કે અન્ય કોઈ આ જથ્થો લેવા આવ્યું નહોતું. જેથી એટીએસએ આ 30 કિલો 600 ગ્રામનો જથ્થો જે ત્રણ બાચકામાં હતો તે કબ્જે કર્યો જતો. જથ્થા સાથે એક ચિઠ્ઠી મળી હતી. જે ચિઠ્ઠીમાં દિલ્હીનું સરનામું લખ્યું હતું અને ઓકોયો નામના નાઝીરિયન શખ્સને પહોંચાડવાનું હોવાની ચિઠ્ઠી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0