થરાદ પોલીસ દ્વારા સફળ ઓપરેશન : થરાદના ડેલ ગામેથી લગ્નના સોદા કરી બાળ સગીર યુવતીઓ વેચવાનું તસ્કરી કૌભાંડ ઝડપાયું

શેર કરવા અહીં ક્લિક કરો.

— થરાદ ASP ની ટિમ દ્વારા કૌભાંડ નો કર્યો પર્દાફાશ આઠ લોકો વિરુદ્ધમાં નોંધાયો ગુનો..2 ની કરી ધરપકડ :

— અન્ય જિલ્લા તાલુકામાંથી લાવી બનાસકાંઠા ના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ યુવાનો સાથે  મોટી રકમ લઈને સગીર યુવતીઓના લગ્ન કરાવતી ગેગનો કર્યો પર્દાફાશ થરાદ ASP ની ટિમ દ્વારા સફળ ઓપરેશન :

ગરવી તાકાત થરાદ : થરાદ તાલુકાના ડેલ ગામે ગરીબ ઘરની  બાળ સગીર યુવતીઓને 40 હજાર માં લાવી  લાવી અજાણ્યા પુરુષો સાથે સંપર્ક કરી  ચાર લાખ જેટલી મોટી રકમમાં સગીર યુવતીઓ વેચવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમી નાયબ પોલીસ અધિક્ષક પૂજા યાદવ સહિત ટિમ દ્વારા ચોક્કસ પણે બાબતમી મળતાં ગત રોજ  રેડ કરતાં ગુલાબબેન મફજી વાઘેલાના રહેણાંક ઘરેથી સગીર યુવતી મળી આવી હતી જેની પૂછ પરછ કરતાં લગ્નના સોદામાં વેચાણ અર્થે લાવેલ અજાણી 17 વર્ષીય  યુવતી મૂળ રહે લુણાવાડા જિલ્લો મહીસાગર છેલ્લા સાતેક વર્ષથી માતા પિતા સાથે નરોડા અમદાવાદ ખાતે રહેતી હતી
આથી આ તસ્કરી ગેંગે યુવતીના માતા પિતાની આર્થિક મજબૂરીનો ફાયદો ઉઠાવી રૂપિયાની લાલચ આપી ડેલ ગામે લાવી અજાણ્યા પુરુષો સાથે યુવતીને વિડીયો કોલ તેમજ રૂબરૂ બોલાવી વેચવાનો સોદો કરવામાં આવી રહ્યો હતો. યુવતીને તસ્કરી ગેંગની ચુંગાલમાંથી છોડાવી લીધી હતી જેમાં યુવતીના માતા પિતા સહિત ડેલની તસ્કરી ગેંગ ગુલાબબેન મફજી વાઘેલા, ફુલબાઈ બળવંત વાઘેલા, મઘજી કરશન વાઘેલા ત્રણેય રહે ડેલ તાલુકો થરાદ તેમજ જીવણ કરશન જોશી રહે દેલવાડા તાલુકો દિયોદર, રમીલા દીદી તેમજ હંશામાસી બંને રહે અમદાવાદ, સહિત બાળ કિશોરીના માતા પિતા મળી કુલ આઠ જેટલા લોકો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.