જયેશ રાદડિયાએ બગાવતનું બ્યૂગલ વગાડીને શરૂઆત કરી દેતા હવે એવો સવાલ ઉભા થઈ રહ્યો છે અગાઉ પણ સહકારી ક્ષેત્રની ખેંતીબેંકની ચૂંટણીમાં પણ ભાજપનો મેન્ડેડ હોવા છતાં ભાજપના જ નેતાઓ તથા સમર્થકોએ ગંદી રાજનિતી ચલાવી હતી તો ભાજપની આ કયા પ્રકારની શિષ્ત નેતૃત્વ પાર્ટીનું બિરુદ કેવી રીતે આપી શકાય?
ભાજપ સામે બગાવતનું બ્યુગલ ફૂંકી મેન્ટેડની ઐસીતૈસી કરીને ઇફકોની ચૂંટણીમાં મેદાન માર્યુ
ગરવી તાકાત, રાજકોટ તા. 09 – ઈફકો ડિરેક્ટરની ચૂંટણીને લઈને આજે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ઈફ્કોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની બિપીન પટેલ સામે શાનદાર જીત થઈ છે. મહત્વની વાત એ છે કે ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી જયેશ રાદડિયાએ ભવ્ય જીત મેળવી છે. આ સાથે જ સહકારી ક્ષેત્રમાં ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ઈફકો ડિરેક્ટરની ચૂંટણીમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે ભાજપ તરફથી
ગુજરાતના ઉમેદવાર તરીકે સહકાર સેલના વડા બિપીન પટેલને મેન્ડેટ આપવામાં આવ્યુ હોવા છતાં મેન્ડેટની ઉપરવટ જઈને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું હતું. જેના કારણે જયેશ રાદડિયા સામેનો પાર્ટીના જ મોભીઓનો આક્રોશ વધી ગયો હતો, છતાં પણ જયેશ રાદડિયાએ મેન્ટેડની ઐસીતૈસી કરીને ચૂંટણી લડી હતી અને વટ સાથે જીતી પણ હતી. આ સાથે જ પાર્ટી સાથે જાણે જયેશ રાદડિયાએ બગાવતનું બ્યૂગલ વગાડીને શરૂઆત કરી દેતા હવે એવો સવાલ ઉભા થઈ રહ્યો છે કે શું હવે પછી રાદડિયાની જેમ બીજા કોઈ નેતા ચીલો ચાતરશે? આ સાથે જ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પોતાનો બળાપો કાઢ્યો હતો, પણ જમ ઘર ભાળી ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ પાર્ટીમાં થયું છે.
ઈફકોના ચેરમેન પદે આવતી કાલે દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાશે. જી હા…સૂત્રો તરફથી આ સમાચાર મળી રહ્યા છે. આવતી કાલે દિલ્લીમાં યોજાશે ઈફકોના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી અને આ ચૂંટણીમાં દિલીપ સંઘાણી ફરી એકવાર ઈફકોના ચેરમેન તરીકે બિનહરીફ વિજેતા બનશે. આજે ડિરેક્ટરોની ચૂંટણી બાદ આવતીકાલે ઈફ્કોના સુકાનીની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ઈફકોના ચેરમેન પદે દિલીપ સંઘાણી યથાવત રહેશે તેવી સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે.
સહકારી ક્ષેત્રે પોતાની જાતને માધાતાં માનતા બીપીન ગોતાને આખરે કારમી હારનો સામનો કરવો પડ્યોં છે. અમિત શાહના ખાસ માનીતા અને ચાહીતા માનવામાં આવતાં બિપીન ગોતાને ભાજપનો સ્પષ્ટ મેન્ડેડ આપ્યોં હોવા છતાં છતાં જયેશ રાદડિયા સામે આખરે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યોં છે.
આ સાથે જ જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડીને ડિરેક્ટર તરીકે જીત મેળવતાં સહકાર ક્ષેત્રમાં મેન્ડેટ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. દિલીપ સંઘાણીએ પાટીલનું નામ લીધા વગર કહ્યું કે સહકાર ક્ષેત્રમાં મેન્ડેટની પ્રથા નહોતી તો પછી કોના માટે મેન્ટેડ લઈ આવ્યા?
ગુજરાત સહકારી ક્ષેત્રમાં મોટી નામના ગણાતી ખેંતી બેંકમાં પણ ધીરેન ચૌધરીને મેન્ડેડ મળ્યોં હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ અને કાર્યકરોએ મેન્ડેડની ધરાર અવગણના કરી ધીરેન ચૌધરીને ખેંતીબેંકમાં જિલ્લા ડિરેકટર તરીકે ભાજપના જ નેતાઓ દ્વારા હરાવવામાં આવ્યાં હતા. તો શું સહકારી ક્ષેત્રમાં ઇફકોની ચૂંટણીમાં બિપીન ગોતાને હાથના કર્યા હૈયે વાગ્યે તેવું જ આજની ઇફકોની ચૂંટણીમાં જોવા મળ્યું હતું.