મહેસાણાના કસ્બા વિસ્તારમાંથી સ્ટેટ મોનેટરીંગ સેલ 56 પેટી વિદેશી શરાબનો જથ્થો ઝડપ્યોં 

March 21, 2024

સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમ ત્રાટકી રેઇડ પાડી 

મહેસાણા શહેરમાં ઠેર ઠેર વિદેશી શરાબ ખુલ્લેઆમ ચાલતી હાટડીઓ

ગરવી તાકાત, મહેસાણા તા. 21 – મહેસાણા શહેરના કસ્બા વિસ્તારમાંથી સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ઓચિંતી રેઇડ કરી હતી જેમાં કસ્બા વિસ્તારમાંથી એસએમસીએ 56 પેટી વિદેશી શરાબનો જથ્થો ઝડપીપાડ્યોં હતો.

મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ એ. ડિવિઝન પોલીસના તાબા હેઠળ આવતી પોલીસ ચોકી વિસ્તારમાં વિદેશી શરાબની રેલમછેલ થઇ રહી છે. સ્થાનિક  પોલીસ સ્ટેશનના અનેક વિસ્તારોમાં વિદેશી શરાબની હાટડીઓ લાગેલી છે. ક્યાંક વિદેશી શરાબ ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે તો ક્યાંક ગાંજા જેવા માદક પદાર્થોનું પણ વેચાણ થઇ રહ્યું છે. ઠેર ઠેર શરાબની હાટડીઓ લાગેલી છે.

તે પછી કસ્બો હોય કે હૈદરીચોક, પ્રદુષણ પરા હોય કે ઉચરપી રોડ, ગાંધીનગર લીંક રોડ હોય કે વિસનગર લીંક રોડ, ધોબીઘાટ હોય કે પરા વિસ્તાર ચારે બાજુ દારુ જ દારુ રેલાય રહ્યોં છે જેના કારણે આખરે ગાંધીનગર સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા રેઇડ પાડી 56 પેટી વિદેશી શરાબનો જથ્થો કસ્બા વિસ્તારમાંથી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0