દિવાળી પર્વ નિમિત્તે સલામતી માટે સાવચેતી રાખવા માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા વિવિધ સૂચનાઓ પ્રસિધ્ધ કરાઇ છે
(માહિતી નિયામક) ગરવી તાકાત, મહેસાણા તા. 10 – ખુલ્લી જગ્યામાં ફટાકડા ફોડો અને આજુબાજુના કોઇ જ્વનશીલ અથવા દાહક પ્રદાર્થ નથી તેનું ખાસ ધ્યાન રાખવું.
- હમેશાં લાયન્સ ધરાવતા વિક્રેતાઓ પાસેથી ફટાકડા ખરીદો
- ક્રેકરનાલેબર પર છાપેલી સૂચનાઓ વાંચવાનું અને તે મુજબ સાવધાની રાખો,ખાસ કરીને જો ક્રેકર વારવા માટે નવું હોય ફટાકડાને બંધ કન્ટેનરમાં સ્ટોર કરો અને તેને આસપાસના કોઇપણ દાહક અથવા જ્વનશીલ પદાર્થોથી દુર રાખો અને ક્રેકર સળગાવતી વખતે સલામત અંતર જાળવો
- ફટાકડાફોડતી વખતે તમારા વાળને યોગ્ય રીતે બાંધો ખાસ કરીને જો તમારા વાળ લાંબા હોય તમે શું પહેરો છો તેના પર નજર રાખો લાંબા અને ઢીલા કપડાં પહેરવાનું ટાળો કારણે તેમાં આગ લાગવાની શક્યતા છે તેના બદલે ફીટ કરેલા કોટનના કપડાં પહેરો

- ખાતરી કરો કે તમારૂ બાળક તમારી દેખેરેખ હેઠળ ફટાકડા ફોટો છે બાળકોનું વિશેષ ધ્યાન રાખો
- જોફટાકડાનો અવાજ બહેરાશ ભર્યો હોય તો નુંકશાન ટાળવા માટે તમારા કાનમાં કોટન પ્લગ મુકો
- શ્ર્સનસંબધી કોઇપણ પ્રકારની સમસ્યાવાળા લોકોએ ઘરની અંદર જ રહેવું જોઇએ તમારી છતની ટોચ પરથી કોઇપણ જ્વલનશીલ પદાર્થને દુર રાખવાની ખાતરી કરો
- ફટાકડાફોડતી વખતે ફૂટવેર પહેરો હાથમાં ફટાડકા ફોડશો નહિ સળગતી મીણબત્તીઓ અને દિવાઓની આસપાસ ફટાકડા ખુલ્લા ન છોડો
- વીજળીનાથાંભલા અને વાયરો પાસે ક્યારેય ફટાકડા ફોડવા નહિ
- અડધાબળી ગયેલા ફટાકડાને ક્યારેય ફેંકશો નહિ કે અડકશો નહિ તે જવનશીલ પદાર્થ પર પડી શકે છે અને આગ પ્રગટાવી શકે છે
- બહારસિલ્ક અને સિન્થેટીક ફેર્બિક ન પહેરો
- ફટાકડાફોડવા માટે ઓપન ફાયર (મેચ અથવા લાઇટર) નો ઉપયોગ કરવાનું ટાળો તેના બદલે ફટાકડા ફોડવા માટે સ્પાર્કલર લાંબા ફાયર લાકડું અથવા અગરબત્તીનો ઉપયોગ કરો
- કોઇપણવાહનની અંદર ફટાકડા ફોડવાના પ્રયાસ કયારે કરશો નહિ
- જોફટાકડા ફૂટવામાં વધુ સમય લાગે તો તેની સાથે છેડછાડ કરવાનું ટાળો ક્રેકરથી સુરક્ષિત અંતર જાળવો અને તેને ફેલાવવા માટે પાણી રેડો
- ફટાકડા ફોડતી વખતે હાથ સેનીટાઇઝર વાળા ન હોય તેનું ધ્યાન રાખવું તેમજ સેનીટાઇઝરની બોટલ દુર રાખી
- એ.પી.એમ.સી અને કોટન ગોડાઉન વિસ્તાર આજુબાજુ ફટાકડા ફોડવા નહિ
- ઇમરજન્સી માટે પાણીની ડોલ હાથ વગી રાખો
- આગના કિસ્સમાં ફાયર બ્રિગેડને 101 પર કોલ રાખો.


