એસ.ટી નિગમના જ બસ સ્ટેન્ડોમાં ખાનગી એજન્સીઓના પગ પેસારા સામે એસટી યુનિયનનો વિરોધ
ગરવી તાકાત, મહેસાણા તા.25 – એસ.ટી. નિગમ દિન-પ્રતિદિન જે રીતે અદ્યતન બની રહ્યું છે તેની સાથોસાથ પાછલા બારણે એસ.ટી.ની વિવિધ સેવાઓનું ખાનગીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ એસ.ટી. નિગમનાં સતાવાળાઓએ રાજકોટ સહિત રાજયભરનાં બસ સ્ટેન્ડો ઉપર કાઉન્ટર બુકીંગ અને કરંટ બુકીંગ માટે એસ.ટી.ના કર્મચારીઓને હટાવી તેના સ્થાને ખાનગી એજન્સીઓને બુકીંગનો કોન્ટ્રાકટ આપવાનો અને આ નિર્ણયની ચાલુ માસનાં અંતથી જ અમલવારી કરવાનું નકકી કરી આ અંગે ખાસ પરિપત્ર પણ બહાર પાડી દેવાયો હતો.
જોકે આ બાબતે ગુજરાત રાજય એસ.ટી. નિ
ગમના સૌથી મોટા કર્મચારી મહામંડળને જાણ થતા મંડળે આ ખાનગીકરણ અંગે સખ્ત વિરોધ દર્શાવી અને ઉગ્ર લડતની નોટીસ એસ.ટી. નિગમને ફટકારી હતી. આ નોટીસની પણ એસ.ટી. નિગમના સતાવાળાઓએ ગંભીર નોંધ લઈ અને હાલ તાત્કાલીક ખાનગી એજન્સીઓને બુકીંગનો કોન્ટ્રાકટ નહીં આપવાનું અને અમલવારી મોકૂફ કર્યાનું નકકી કયુર્ં હોવાનું જાણવા મળેલ છે.
દરમ્યાન પ્રશ્ર્ન અંગે હાલમાં જ એસ.ટી. કર્મચારી મહામંડળે નિગમનાં એમ.ડી.ને પાઠવેલી નોટીસમાં જણાવાયું હતું કે ટીકીટ બુકીંગ/ રીઝર્વેશનની કામગીરીનુંં આઉટ શોર્સીંગ કરી ખાનગીકરણ ન કરવા બાબતે એસ.ટી. નિગમના માન્ય સંગઠનો દ્વારા વિગતવાર રજુઆત કરેલ હતી. જયારે એસ.ટી. નિગમના કામદારોની નોકરીની શરતોમાં ફેરફાર કરવાનો થાય તો સેટલમેન્ટ અને આઈ.ડી. એકટની કલમ 9 (એ) મુજબ એસ.ટી. નિગમના માન્ય સંગઠનોને અગાઉથી જાણ કરી વિચાર વિમર્શ કરવાનો રહે છે.
નિગમમાં અગાઉ ટીકીટ બુકીંગની એજન્સી ખાનગી સંસ્થા/ વ્યકિતને આપવામાં આવેલ જેમાં થોડાક સમય અગાઉ ખુબ મોટાપાયે નાણાંકિય ગેરરીતિ થવા પામેલ જેમાં બુક થયેલ ટીકીટો જે તે ટ્રીપની કોમ્પ્યુટર સીસ્ટમમાં/ પ્રોગ્રામમાં છેડછાડ કરી રદ દર્શાવી આવી બુક થયેલ ટીકીટના નાણાં રીફંડ તરીકે પરત મેળવી લેવાયાના ગોધરા વિભાગના દાહોદ ડેપોમાંથી તેમજ અન્ય વિભાગો ખાતેથી આવા કૌભાંડો બહાર આવવા પામેલ. આ બાબતેની કોઈપણ ખાનગી એજન્સી કે વ્યકિતને જવાબદાર ઠેરવી આજદિન સુધી નિગમ દ્વારા કોઈ જ પગલા લઈ શકાયેલ નથી અને ભવિષ્યમાં પણ આવા જ બનાવો બનવાની પુરેપુરી શકયતાઓ છે અને તે નિગમ માટે ઘાતક પુરવાર થશે. આ નોટીસ બાદ નિગમે પરિપત્રની અમલવારી હાલ મોકૂફ રાખ્યાનું જાણવા મળેલ છે.


