ભિલોડામાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર ST ડ્રાઈવરની ધરપકડ…

February 7, 2026

ગરવી તાકાત અરવલ્લી : સામાજિક સુરક્ષા અને ભરોસાનું પ્રતિક ગણાતી એસટી બસના ડ્રાયવરે પવિત્ર સંબંધોને કલંકિત કરતી ઘટનાને અંજામ આપ્યો ભિલોડા એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાયવરે સ્કૂલે જતી સગીરાને લગ્નની લાલચ આપી તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ ગુજારતાં પંથકમાં ચકચાર મચી ગઈ આ મામલે પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી નરાધમ ડ્રાયવરની ધરપકડ કરી.

Arvalli: પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલો કુખ્યાત આરોપી ગિરફતમાં, એક PSI સહિત 3  કોન્સ્ટેબલ સસ્પેન્ડ - Gujarati News | Absconding notorious accused nabbed  by Bhiloda police Aravalli ...

ભિલોડા પંથકની સગીરા ઘરેથી સ્કૂલે જવા એસટી બસમાં અપડાઉન કરતી તેની પર ભિલોડા એસટી ડેપોમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા ભાણમેરના વિજય ગામેતી નામનો શખ્સ વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઇ તેણીને લગ્ન કરવાની લાલચ આપી તેણીની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું લગ્નની લાલચ આપી અવારનવાર ભોગ બનાવતાં સગીરાએ તેના મા-બાપને જાણ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો.

Bhiloda ST Driver Arrested for Raping Minor Girl

ત્યારે સગીરાની માતાએ દુષ્કર્મ આચરનાર ભાણમેરના વિજય ગામેતી વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ભિલોડા પોલીસે ભાણમેરના વિજય ગામેતી વિરુદ્ધ પોક્સો એકટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી સગીરા પર દુષ્કર્મ આચરનાર વિજય ગામેતીને પોલીસે ઝડપી લઈ મોડાસા મોકલી વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0