તલાટીની પરીક્ષામાં એસ.ટી વિભાગે એક જ દિવસમાં 10 કરોડ કરતાં વધુ આવક રળી
તલાટીની પરીક્ષામાં મહેસાણા એસ.ટી વિભાગ અવ્વલ નંબર પર રહ્યું
સૌથી વધુ બસો દોડાવવામાં મહેસાણા જિલ્લાના એસ.ટી તંત્ર વિભાગની સક્રિય ભૂમિકા
ગરવી તાકાત, મહેસાણા તા. 08- ગત રોજ તલાટીની પરિક્ષા હતી જેમાં સમગ્ર ગુજરાતભરના નાના મોટા ગામડાઓમાંથી પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા આવ્યાં હતા. 8 લાખ 64 હજાર 400 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા આવ્યાં હતા. જેમાં રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ટ્રેનો દ્વારા ખાનગી વાહનો દ્વારા તેમજ એસ.ટી ની મુસાફરી કરી પરીક્ષાર્થીઓ પહોચ્યાં હતા. જેમાં સૌથી વધુ લાભ મહેસાણા એસ.ટી વિભાગને થયો છે. સમગ્ર ગુજરાત એસ.ટી વિભાગમાં તલાટીની પરીક્ષામાં 10 કરોડ કરતાં પણ વધુની આવક પ્રાપ્ત થઇ છે. જેમાં મહેસાણા જિલ્લો સૌથી ટોપ પર મોખરે રહ્યો છે. મહેસાણા જિલ્લાના એસ.ટી વિભાગ તંત્રએ 1 કરોડ કરતાં પણ વધુ આવક સાથે સમગ્ર રાજ્યમાં ફસ્ટ નંબર પર રહ્યું હતું.

ગુજરાતમાં રવિવારે તલાટી-કમ-મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પરીક્ષાર્થીઓને પહોંચાડવા માટે એસટી વિભાગનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો. એનો ફાયદો એસટી વિભાગને પણ થયો. ગુજરાત એસટી વિભાગે એક જ દિવસમાં એક કરોડ કરતાં વધુની આવક મેળવી હતી. એમાં મહેસાણા ડિવિઝન એક કરોડ કરતાં વધુ આવક સાથે રાજ્યમાં ટોપ પર રહ્યું છે.

| ડિવિઝન | આવક (રૂપિયા) |
| મહેસાણા | 10331232 |
| પાલનપુર | 9548864 |
| અમદાવાદ | 9201655 |
| ગોધરા | 8009503 |
| હિંમતનગર | 7323142 |
| નડિયાદ | 7227256 |
| જૂનાગઢ | 7193120 |
| રાજકોટ | 6754662 |
| સુરત | 5921947 |
| ભુજ | 5142408 |
| વલસાડ | 4998993 |
| ભાવનગર | 4881354 |
| વડોદરા | 4499316 |
| અમરેલી | 4496031 |
| જામનગર | 3649014 |
| ભરૂચ | 2761819 |
| કુલ | 101940516 |


