ગુજરાતના એસ.ટી વિભાગ પાસે રાજ્ય સરકારને અધધધ..રૂા. 4123.57 કરોડ લેવાના બાકી    

February 9, 2024

ગુજરાત રાજ્યના એસ.ટી વિભાગની હાલત કફોડી હોવાનો વિધાનસભામાં થયો ખુલાસો

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ દ્વારા રાજય સરકારને એસટી નિગમની માહિતી માંગી હતી

ગરવી તાકાત, ગાંધીનગર તા. 09 – એસટી નિગમે રાજય સરકારને ડિસેમ્બર-2023ની સ્થિતિએ 4123.57 કરોડ રૂપિયાની રકમ ચૂકવવાની બાકી હોવાની માહિતી વિધાનસભામાં અપાઈ છે. છેલ્લા 18 વર્ષથી એસટી નિગમ પાસે બાકી લોનની રકમ લેવાની નીકળે છે. તે ઉપરાંત બાકી મોટર વ્હીકલ ટેકસ લોનની રકમ એપ્રિલ 2021 અને પેસેન્જર ટેકસની રકમ 2017થી ચૂકવવાની બાકી છે.

Ahmedabad: Gujarat Transport Department has taken an important decision  regarding cleanliness of bus stand | Ahmedabad: બસ સ્ટેન્ડમાં ગંદકી કરવી  પડી શકે છે ભારે, એસટી વિભાગે લીધો આ મોટો નિર્ણય

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ દ્વારા રાજય સરકારને એસટી નિગમ પાસેથી 3770 કરોડ રૂપિયાની રકમ લેવાની નીકળતી હતી તેમાંથી કેટલી રકમ ચૂકવાઈ તેનો સવાલ પૂછાયો હતો. તેનો લેખિતમાં જવાબ આપતા વાહન વ્યવહાર વિભાગે જણાવ્યું હતું કે, 2021ની સ્થિતિએ એસટી નિગમ પાસેથી 3770 કરોડ લેવાના નીકળતા હતા.

2023ની સ્થિતિએ 137.43 કરોડની રકમ મેળવાઈ છે. તેમાં બાકી પેસેન્જર ટેકસની રકમ 97.87 કરોડ અને બાકી મોટર વ્હીકલ ટેકસની રકમ 39.56 કરોડનો સમાવેશ થાય છે. હાલની સ્થિતિએ એસટી નિગમ પાસેથી કુલ રૂા.4123.57 કરોડ રૂપિયા સરકારે લેવાના થાય છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0