ગરવી તાકાત મહેસાણા : વિજાપુર તાલુકાના કોટડીના પરા વિસ્તાર મેદરાપુરા ગામના વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે સ્પેશિયલ બસની સુવિધા શરૂ કરવામાં આવી વિસ્તારના 100થી વધુ વિદ્યાર્થીઓને શાળા સુધી પહોંચવા માટે ત્રણ કિલોમીટર ચાલવું પડતું. વિદ્યાર્થીઓને સમયસર શાળામાં ન પહોંચી શકવાને કારણે પ્રથમ તાસના વિષયો છૂટી જતા આ સમસ્યાના સમાધાન માટે ગ્રામ પંચાયતના સરપંચે.
![]()
વાહન વ્યવહાર વિભાગ અને સ્થાનિક ધારાસભ્ય સી.જે. ચાવડાને રજૂઆત કરી હતી ધારાસભ્યની ભલામણ બાદ વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ બસની વ્યવસ્થા કરવામાં આવી આ બસને ધારાસભ્યએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું. કાર્યક્રમમાં ડેપો મેનેજર ચૌધરી, પૂર્વ જિલ્લા કારોબારી ચેરમેન હિતેન્દ્રસિંહ પરમાર, પૂર્વ જિલ્લા સદસ્ય આચાર્ય કનકસિંહ વિહોલ.
![]()
તાલુકા સદસ્ય પૂર્વ તલાટી મનુજી ચાવડા, સરપંચ સહિત રાજકીય અગ્રણીઓ અને ડેપોના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. બસની સુવિધા શરૂ થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો હવે વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પહોંચી શકશે અને તેમના અભ્યાસ પર કોઈ અસર નહીં પડે.


