મહેસાણાના ઊંઝામાં ગંજાબજારમાંથી ૩૦ લાખના ડ્રગ્સ સાથે એસઓજીએ 2 શખ્સોને દબોચી લીધા

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : અમદાવાદ, સુરત જેવા શહેરોમાં વેચાણ થતાં માદક દ્રવ્યો મેફડ્રોનના નશીલા પદાર્થનું નેટવર્ક હવે મહેસાણા જિલ્લામાં પણ મજબૂત થતું હોય તેમ ઊંઝા શહેરમાં બિન્દાસ્ત રીતે વેચાણ થતાં આવા માદક પદાર્થના જથ્થા સાથે મહેસાણા એસઓજી સ્ટાફેે ઊંઝા ગંજબજાર ખાતે આવેલી એક પેઢીના ધાબા પરથી મેકડ્રોનના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીના માર્ગદર્શન હેઠળ એસઓજી પી.આઇ બી. એચ. રાઠોડની સૂચના મુજબ પીએસઆઇ વી.એન.રાઠોડ, એસ.આર.ચૌધરી, તથા એસઓજી સ્ટાફ ઊંઝા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન હે.કો. નરેશભાઇને તથા અબ્દુલભાઇને ખાનગી બાતમી મળી હતી કે, ઊંઝા ગંજબજારના પાછળના ભાગે આવેલ શ્રીજી ટ્રેડીંગની સામે આવેલી બંધ ફેકટરીના ધાબા પર આવેલી ઓરડીમાં નશીલા માદક પાવડરનું વેચાણ કરી છે જે બાતમીના આધારે ઉપરોક્ટ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આ ધંધામાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી લીધા હતા.

જેમાં ગોદારા જાટ સતારામ ખેતારામ તથા ગોદારા જાટ ગમડારપામ ખેતારામ નામના બે ઇસમો પાસેથી પાવડર ભરેલી બે કોથળીઓમાંથી ચમચી વડે બીજી નાની કોથળીઓમાં પાવડર ભરતા રંગેહાથે ઝડપી લીધા હતા. એસઓજી પોલીસે ઘટના સ્થળેથી મેફેડ્રોનનો કુલ ૩૦૬.૫૮ ગ્રામ જથ્થો જેની કિંમત રૂા. ૩૦.૬૫ લાખ તથા રોકડ ૬૮૦૦ સહિત મુદ્દામાલ મળી કુલ રૂા. ૩, ૯૧, ૬૦૦નો મુદ્દામાલ ઝડપી લઇ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.