મહેસાણા જિલ્લાના ઊંઝામાં મિત્ર સાથે દિલ્હી ડ્રગ્સ લેવા ગયેલા શખ્સને SOGAએ દબોચ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : ઊંઝાથી તાજેતરમાં ઝડપાયેલા એમડી ડ્રગ્સ પ્રકરણમાં એસઓજીએ ઊંઝાના વધુ 1 યુવકની ધરપકડ કરી છે. અગાઉ ડ્રગ્સ સાથે ઝડપાયેલા પિયુષ પટેલની સાથે દિલ્હી ડ્રગ્સ લેવા ગયેલા તેના મિત્રની રવિવારે ધરપકડ કરતાં આંકડો 4 થયો. ઊંઝા પોલીસે ઐઠોર ચોકડી નજીકથી પિયુષ પટેલ ઉર્ફે કાળુને રૂ.2.30 લાખના 23 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપ્યો.

આ કેસની તપાસમાં મહેસાણા એસઓજી પીઆઇ ભાવેશ રાઠોડે પિયુષ પાસેથી ડ્રગ્સ ખરીદનાર સ્થાનિક વેપારીની પણ ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન પિયુષ દિલ્હી ખાતે ડ્રગ્સ ખરીદવા તેના મિત્રને લઈને ગયો હોવાનું બહાર આવતાં પોલીસે ઊંઝાના જુના કૃષ્ણપરામાં રહેતા તુષાર વિષ્ણુભાઈ પટેલની પણ ધરપકડ કરી. ડ્રગ્સ ખરીદવા માટે તુષારે પોતાની કાર ઊંઝામાં માત્ર 30 હજાર રૂપિયામાં ગીરવે મૂકી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.