મહેસાણા અને કચ્છ NDPSના ગુનામાં સાત માસથી ફરાર આરોપીને ઝડપી પાડતી એસઓજી 

May 8, 2023

મહેસાણા એ. ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ કચ્છ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપી ફરાર હતો 

મહેસાણા એસઓજી ટીમે દેદીયાસણ બાબા મસ્તાન પાસેથી આરોપીને પકડી લીધો 

Sohan Thakor – મહેસાણા તા. 08- મહેસાણાના કસ્બા ખાતે રહેતો અને કચ્છ પોલીસ સ્ટેશન તથા મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા સાતેક માસથી પોલીસ પકડથી નાસતો ફરતો આરોપી મહેસાણા ખાતે દેદિયાસણ પાસે આવેલ બાબા મસ્તાન નજીક ઉભો હોવાની મળેલી બાતમીના આધારે મહેસાણા એસઓજીની ટીમ  તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ મહેસાણા એસઓજી પીઆઇ એ.યુ.રોઝના નેતૃત્વમાં પીએસઆઇ એન.પી.પરમાર સહિતનો સ્ટાફ કચેરીએ હાજર હતા તે દરમિયાન એસ.ઓ.જી પોલીસ સ્ટાફના નરેશકુમાર, પો.કો અબ્દુલગફારની ખાનગી બાતમી મળી હતી કે, કચ્છ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનામાં તથા મહેસાણઆ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતો ફરતો આરોપી સમીર ઉર્ફે મામુ અયુબભાઇ રહે. કસ્બા, મહેસાણાવાળો હાલ મહેસાણ નજીક દેદીયાસણ બાબા મસ્તાનની દર્ગા પાસે હાજર છે જે બાતમીના આધારે મહેસાણા એસઓજીનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આરોપી સમીર ઉર્ફે મામુ અયુબભાઇ રહે. કસ્બાવાળાને દબોચી લઇ મહેસાણા તાલુકા પોલીસને સોપ્યોં હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0