ચોરીના ગુનામાં સંડોવાયેલો અને પોલીસ પકડથી નાસતા ફરતા શખ્સને એસઓજીની ટીમે દબોચી લીધો 

February 1, 2024

સાંથલ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ફરાર આરોપીને એસઓજીએ ઝડપ્યોં 

મીઠા ચોકડી પાસે ચોરીનો આરોપીને ઝડપી પાડી સાંથલ પોલીસને સોપ્યોં 

ગરવી તાકાત, મહેસાણા તા. 01 –  મહેસાણા એસઓજીની ટીમ સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન સાંથલ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં સંડોવાયેલો અને પોલીસ પકડથી નાસતા ફરતા શખ્સને મીઠા ચોકડી પાસેથી ઝડપી લીધો હતો.

મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને અસરકારક કામગીરી કરી વિવિધ ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયે આપેલા આદેશ મુજબ મહેસાણા એસઓજી પી.આઇ એન.એ.દેસાઇના નેતૃત્વમાં પીએસઆઇ એમ.એ.જોષી, પીએસઆઇ વી.એ.સીસોદીયા, એએસઆઇ નિતીન, હેકો. રાજસિંહ, પોકો. જયદેવસિંહ, પોકો. જયેશકુમાર, પોકો. સંજયકુમાર, સચીનકુમાર સહિતનો સ્ટાફ વિવિધ ટીમો બનાવી સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

તે દરમિયાન પોકો. સચિનકુમાર તથા સંજયકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સાંથલ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં સંડોવાયેલો અને નાસતો ફરતો આરોપી ભરત ઉર્ફે ગોવિંદ દલસંગજી રહે. ખારા દિવાનપુરા તા. મહેસાણાવાળો મીઠા ચોકડી પાસે ઉભો છે જે બાતમીના આધારે મહેસાણા એસઓજીની ટીમ મીઠા ચોકડી પહોંચી આરોપીને કોર્ડન કરી ઝડપી પાડી સાંથલ પોલીસને સોપ્યોં હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0