મહેસાણા બાયપાસ રોડ પર વેગનોર કારમાંથી એસઓજીએ 1.27 લાખનો વિદેશી શરાબ ઝડપ્યોં 

August 6, 2024

ચાણસ્માથી મહેસાણા બાયપાસ થઇ અમદાવાદ વિદેશી શરાબનો જથ્થો લઇ જવાતો હતો 

મહેસાણા એસઓજીએ વિદેશી શરાબ સહિત કુલ રૂપિયા 3.29 લાખના મુદ્દામાલ સાથે ઇસમને ઝડપી લીધો 

ગરવી તાકાત, મહેસાણા તા. 06 – મહેસાણા એસઓજીની ટીમ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન વિદેશી શરાબ ભરેલી વેગનઆર કાર સાથે એક શખ્સને ચાણસ્માથી મહેસાણા બાયપાસ થઇ અમદાવાદ જતી કારને અટકાવી એક શખ્સને 1,27,836ના કિંમતના વિેદેશી શરાબ તેમજ બે લાખની વેગેનોર કાર મળી કુલ રૂપિયા 3,29,836ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

8.50 લાખનો દારૂ પકડાયો, વાહનમાં અનેક બોટલો ફૂટી ગઈ | Liquor worth 8 50  lakhs seized several bottles burst in the vehicle

મહેસાણામાં વિદેશી શરાબની હેરાફેરી કરતાં તત્વો તેમજ વેપાર કરતાં તત્વોને ઝડપી પાડવાના મહેસાણા ઇન્ચાર્જ  જિલ્લા પોલીસવડા દિનેશસિંહ ચૌહાણે આપેલા આદેશ મુજબ મહેસાણા એસઓજી પીઆઇ એન.આર.વાઘેલાના નેતૃત્વમાં એસઓજી પીએસઆઇ એમ.બી.સીંઘવ, બી.ડી.વાઘેલા, યુ.બી.ઝાલા, એહેકો. એચ.વી.ડાભી, પોકો. ધરમસિંહ, શક્તિસિંહ, પ્રદિપસિંહ સહિતનો સ્ટાફ એસઓજી કચેરીએ હાજર હતા તે દરમિયાન પોકો પ્રદિપસિંહ તથા ધરમસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે,

એક સફેદ કલરની વેગેનોર કાર નંબર જીજે01-ડબલ્યુ એલ-1037 વિદેશી શરાબ ભરીને ચાણસ્માથી મહેસાણા બાયપાસ થઇ અમદાવાદ તરફ જનાર છે. જે બાતમીના આધારે મહેસાણા એસઓજીની ટીમે વોંચ ગોઠવી દીધી હતી. આ દરમિયાન ઉપરોક્ત નંબરવાળી વેગનોર કાર આવતાં તેને અટકાવી તપાસ કરતાં કારમાંથી 1,27,836ના કિંમતના વિેદેશી શરાબ તેમજ બે લાખની વેગેનોર કાર મળી કુલ રૂપિયા 3,29,836ના મુદ્દામાલ સાથે ચિરાગ ઇશ્વરજી ઝાલા રહે. ઊંઝા કચરાપરૂ તા.ઊંઝાવાળાને ઝડપી લીધો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0