ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં નશાના સોદાગરો સામે એસઓજી પોલીસ ત્રાટકી મેઘરજના ઇસરી પોલીસ મથક વિસ્તારમાં આવતા કુણોલ (લાલપુર) ગામની સીમમાં ઘઉંના પાકની આડમાં વાવેલા 83 છોડને પોલીસે ડ્રોનની મદદથી ઝડપી પોલીસે 8.7 કિલોથી વધુના ગાંજા સાથે મૂળ વિસનગરના શખ્સની ધરપકડ કરી એસઓજીખે એફએસએલ અધિકારી સાથે કુણોલ (લાલપુર)ની સીમમાં હ્યુમન સોર્સિસના આધારે.

મળેલ બાતમી આધારે ડ્રોનથી રેડ કરતાં ગાંજાના 83 છોડ મળ્યા જેને એફએસએલ અધિકારીઓએ પ્રાથમિક પરીક્ષણ કરી જોતાં વનસ્પિત જન્ય ગાંજો હોવાનું જણાતા ખેતરનો ભોગવટો રાખનાર રાજુભાઇ કાંતિભાઇ નાથબાવા (44) હાલ રહે.કુણોલ (લાલપુર) તા.મેઘરજ મૂળ રહે.ગાયત્રીનગર સોસાયટી, વિસગનર તા.વિસનગર, જિ.મહેસાણાએ ખેતરમાં ઘઉંની આડમાં લીલાશ પડતાં પાંદડી, દાંડી સહિતના માદક.

વાસવાળા વનસ્પિત જન્ય ગાંજાના છોડ નંગ-83 વજન 8.730 કિલો કિં. 4,36,500નો મુદ્દામાલ ઝડપ્યો પોલીસે એનડીપીએસ 1985ની કલમ 20(2)(બી), 8(સી) મુજબ ગુનો નોંધ્યો પકડાયેલ આરોપી :- રાજુભાઇ કાંતિભાઇ નાથબાવા (44) હાલ રહે.કુણોલ (લાલપુર) તા.મેઘરજ મૂળ રહે.ગાયત્રીનગર સોસાયટી, વિસનગર તા.વિસનગર, જિ.મહેસાણા.


