પ્રોહિબીશનના ગુનામાં સીઆરપીસી 70 મુજબનું વોરંટ ઇસ્યુ થયેલ હોવા છતાં ફરાર આરોપી ઝડપાયો
અમીરગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં આરોપી નાસતો ફરતો હતો
છેલ્લા આઠ માસથી પોલીસ પકડથી નાસતો ફરતો આરોપી એસઓજીએ ઝડપ્યોં
ગરવી તાકાત, મહેસાણા તા. 03 – (Sohan Thakor) બનાસકાંંઠા જીલ્લાના અમીરગઢ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુન્હામાં છેલ્લા આઠેક માસથી નાસતો ફરતો અને સીઆરપીસી કલમ 70 મુજબનું વોરંટ નીકળ્યું હોવા છતાં ફરાર આરોપીને મહેસાણા એસઓજીની ટીમે વિસનગર રોડ માનવ આશ્રમ ચોકડી પાસેથી દબોચી લીધો હતો.
મહેસાણા જિલ્લા પોલીસતંત્રએ પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જાણે બીડું ઝડપ્યું હોય તેમ વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પકડી જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે. ત્યારે વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયે આપેલા આદેશ મુજબ મહેસાણા એસઓજી પી.આઇ વી.આર.વાણિયાના નેતૃત્વમાં પીએસઆઇ એમ.એ.જોષી, એએસઆઇ નિતીન, એહેકો. રાજસિંહ, અપોકો. સંજયકુમાર, સચીનકુમાર, જયેશકુમાર, ધર્મેન્દ્રકુમાર, જયદેવસિંહ, શક્તિસિંહ, પ્રદિપસિંહ સહિતનો સ્ટાફ મહેસાણા શહેરમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા.
આ દરમિયાન અપોકો. સંજયકુમાર તથા સચીનકુમારને ખાનગી રાહે સંયુક્ત માહિતી મળી હતી કે, પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા આઠ માસથી નાસતો ફરતો અને સીઆરપીસી 70 મુજબ વોરંટ ઇસ્યુ થયેલ આરોપી જયપાલસિંહ વિજયસિંહ ચૌહાણ રહે. ચૌહાણવાસ, મોટા કોઠાસણ તા. સતલાસણાવાળો મહેસાણા વિસનગર રોડ પર માનવ આશ્રમ ચોકડી આવવાનો છે. જે બાતમી મળતાં મહેસાણા એસઓજીની ટીમે વોંચ ગોઠવી હતી. આ દરમિયાન આરોપી જયપાલસિંહ આવતાં એસઓજીએ તેને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી અમીરગઢ પોલીસને સોંપવાની કવાયત હાથ ધરવામાં આવી છે.