ગરવી તાકાત મહેસાણા : વડનગરમાં રાત્રે ત્રાટકેલા તસ્કરોએ બે પેટ્રોલપંપને નિશાન બનાવી રૂ.1.60 લાખ રોકડ રકમની ચોરી કરી તસ્કરોની હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. જે આધારે પોલીસે તસ્કરોની ઓળખ માટે ચક્રો ગતિમાન કર્યા છેલ્લા એક મહિનામાં આ ત્રીજી વખત ચોરીનો બનાવ બનતાં વેપારીઓમાં ભયનો માહોલ છવાયો.

રાત્રે ત્રાટકેલા તસ્કરો વડબાર પાસે આવેલા રુદ્ધ પેટ્રોલિયમની ઓફિસના ડ્રોવરમાંથી રૂ.1.30 લાખની રોકડ ચોરી કરી તોડફોડ કરી તેમજ ખેરાલુ રોડ પર મહાકાળી પેટ્રોલ પંપની ઓફિસમાં ઘૂસી ડ્રોવરમાંથી રૂ.30 હજારની રોકડ ચોરી ગયા સવારે ચોરીની જાણ થતાં પેટ્રોલ પંપ માલિકે જાણ કરતાં પોલીસ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી. ઉલ્લેખનિય છે કે,
![]()
વડનગરમાં થોડા સમય અગાઉ કોલેજ ચોકડી પાસે મોબાઈલની દુકાનમાંથી મોબાઈલ, ત્યાર બાદ ચંદનના ઝાડ અને રાજપુરમાં પાઈપોની ચોરી થઇ વડનગરના બે પેટ્રોલ પંપમાં ચોરી કરવા તસ્કરો ચોરીના બાઈક પર આવ્યા ચોરી કર્યા બાદ મઢાસણા હાઈવે પર આવેલા પેટ્રોલ પંપે બાઈક મૂકી અહીં પડેલી રિક્ષા ચોરી ભાગી ગયા હતા. આ અંગે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઇ.


