ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકાના કરણનગર ગામે બે બંધ મકાનોને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા મકાનમાલિકે કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી પ્રાપ્ત માહિતી અનુસાર, કરણનગરના વણકરવાસમાં રહેતા હર્ષદ રમણભાઈ સોલંકી પ્રાઇવેટ નોકરી કરે.
તેમની માતા બોરીસણા ગામે મોટા બહેનના ઘરે ગયા હર્ષદકુમાર મંગળવારે સાંજે પોતાનું ઘર બંધ કરીને નોકરી પર ગયા બુધવારે સવારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે તેમના મકાનનું લોક તૂટેલું જોવા મળ્યું ઘરની અંદર તપાસ કરતા સામાન વેરવિખેર પડ્યો આ દરમિયાન તેમને જાણ થઈ કે તેમના પડોશમાં અમદાવાદ રહેતા કરણી જયેશભાઈ જેઠાભાઈનું મકાન પણ તૂટેલું.
હર્ષદકુમારે ઘરની તલાશી લેતા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ 95,000/- રૂપિયાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જયેશભાઈના ઘરમાંથી પણ ચોરી થઈ હોવાનું સામે આવ્યું આ ઘટના બાદ હર્ષદકુમારે બુધવારે સાંજે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી.