ગરવી તાકાત સાબરકાંઠા : પ્રાંતિજના ધડકણમાં પરિવાર ગાંધીનગર દવાખાને જતાં ચોરોએ ઘર સાફ કરી નાખી 80હજાર રોકડ અને 3 લાખના દાગીનાની ચોરી કરતાં ગામમાં ચકચાર મચી જવા પામી હતી. ધડકણમાં ભાતવાડી સોસાયટીમાં રહેતા રમેશભાઇ બળદેવભાઈ પટેલના પત્ની સૂર્યાબેનનું ઓપરેશન કરાવાનું હોઇ પરિવાર ગાંધીનગર દવાખાને ગયો હતો તે દરિમયાન બુધવારની પરોઢે તસ્કરોને મોકો મળતાં રાત્રે ઝાળીને નકૂચો તોડી દરવાજાનો હુક પણ તોડી ઘરમાં ઘસી આખું ઘર સાફ કરી.
રોકડ રકમ અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે પાડોશીને સવારે ખબર પડતાં રમેશભાઇને ફોન પર વાત કરતાં ઘર માલિકે ઘરે પહોંચી તપાસ કરતાં ચોરીની જાણ થઇ હતી. ત્યાર બાદ ચોરોએ તેમના નાના ભાઈ મુકેશભાઈનું ઘર પણ બાનમાં લીધું હતું. જેમાં લોખંડની તિજોરી કબાટ બંને ઘરની તસ્કરોએ તપાસ કરી હતી આ અંગે પરોઢે 4 વાગે પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ તપાસ કરવા તજવીજ હાથ ધરી હતી.
મજરાથી તલોદ રોડ પર આ સોસાયટી આવેલી છે. દવાખાના માટે રમેશભાઇ પૈસા લાવી ઘરની તિજોરીમાં મૂક્યા હતા. ત્યારે સવારે વહેલા રમેશભાઇના બનેવી ઘરે પૈસા લેવા આવ્યા હતા. ત્યારે મકાનના દરવાજા અને ઝાળી તૂટેલા જોતાં જ પોલીસને ફરીથી ફોન કર્યો હતો. ઘટનાની જાણ પોલીસેન કરાતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


