ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જાંબુડી ગામે ગત રાત્રિએ તસ્કરો ત્રાટક્યા તસ્કરોએ ત્રણ મકાનના તાળા તોડી બે ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી જ્યારે અન્ય બે મકાનમાં માલિકો જાગી જતાં તસ્કરો ભાગી ગયા આ અંગે ગંભોઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી મંગળવારે રાત્રે આ ઘટના બની ઉનાળાને કારણે રહીશો ઘરની બહાર સૂતા ત્યારે તસ્કર ટોળકીએ કૂંપ રોડ પર મહાકાલી માતાજીના મંદિર સામે આવેલા મકાનોને નિશાન બનાવ્યા.

તસ્કરોએ પાછળના દરવાજા તોડી ઘરોમાં પ્રવેશ કર્યો ભરતભાઈ પટેલના ઘરેથી તસ્કરોએ આશરે 800 ગ્રામથી 1 કિલોગ્રામ વજનના ત્રણ જોડી છડા, સોનાની બે બુટ્ટી, એક સેર, સોનાના ચીણિયા અને રોકડા રૂ. 9,000ની ચોરી કરી તેમજ જશવંતસિંહ રહેવરના ઘરમાંથી આશરે સાડા ત્રણથી ચાર તોલા સોનાના દાગીના અને રોકડા રૂ. 32,000ની ચોરી થઈ.

રાકેશભાઈ પોપટભાઈ પટેલના બંધ મકાનમાં તાળું તોડી તસ્કરોએ તોડફોડ કરી પરંતુ કંઈ ચોરી કરી શક્યા ન કનુભાઈ ડાહ્યાભાઈ પટેલ અને પ્રકાશભાઈ ડાહ્યાભાઈ પટેલના મકાનમાં તસ્કરો પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા ત્યારે માલિકો જાગી જતાં ટોળકી ભાગી ગઈ ચોરીની જાણ બુધવારે સવારે ગંભોઈ પોલીસને કરવામાં આવતા, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી.



