મહેસાણાના બલોલ પાલજ રોડ પર પાર્ક કરેલું 407 મેટાડોર તસ્કરો તફડાવી ગયા
બલોલથી ચોરી થયેલ 407 વહેલામાં વહેલી તકે શોધી ગુનાનો ભેદ ઉકેલી શકે તો સાંથલ પોલીસની આબરુના ધજાગરા થતાં રહી જાય તેમ છે
ગરવી તાકાત, મહેસાણા તા. 09 – વાહનચોરીની ઘટનાઓ હવે શહેરો પુરતી સિમીત ન રહેતા ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ હવે વાહનોની ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં સાંથલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.ડી.ઝાલાના નાક નીચેથી 407 મેટાડોર તસ્કરો ઉઠાવી ગયા હતા. જેને પગલે સાંથલ પીએસઆઇની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. તો બીજી તરફ નાગરીકો અને નાગરીકોના જાનમાલની સુરક્ષા કરવાની જેમને જવાબદારી સોંપવામાં આવી છે. તે સાંથલ પોલીસના પીએસઆઇ ઝાલા સારી કામગીરી નિભાવવામાં ઉણા ઉતર્યા છે. મેટાડોર ચલાવી પોતાના પરિવારનું ભરણ પોષણ ચલાવતાં રાવળ પરિવારનું 407 મેટાડોર ચોરી થવાની ઘટના સાંથલ પોલીસની કામગીરી અને પેટ્રોલીંગ પર અનેક સવાલો ઉઠાવી રહી છે.

ત્યારે ચોરી થયેલ 407 મેટાડોર સાંથલ પોલીસ વહેલામાં વહેલી તકે શોધી લાવી તસ્કરોને જેલભેલા કરે તો સાંથલ પોલીસના પીએસઆઇ ઝાલા પર લાગેલો આ ઢબ્બો ધોવાઇ શકે તેમ છે. દારુ ઝડપી પાડવાના વેતમાં રહેતી સાંથલ પોલીસ શું ચોરીમાં ગયેલું આ 407 મેટાડોર રાવળ પરિવારને પરત અપાવી શકશે? ગ્રામ્ય વિસ્તારોમાંથી આવડુ મોટા મેટાડોરની ઉઠાંતરની ઘટના સાંથલ પોલીસ માટે શરમજનક બાબત છે. જો કે તસ્કરો જે સમયે મેટાડોરની ચોરી કરી જતાં હતા તે ઘટના આસપાસના દુકાનોમાં લગાવેલા કેમેરામાં કેદ થઇ છે. ત્યારે જોવું રહ્યું કે સીસીટીવી કેમેરા થકી અને ટેકનિકલ સર્વલન્સને કે પછી હ્યુમન સોર્સીસ થકી આ મેટાડોરની ચોરીનો ભેદ સાંથલ પોલીસ ઉકેલી શકે છે કે કેમ ?
બલોલ ગામે રહેતા 40 વર્ષીય રાવળ લાલજીભાઈ ભવાનભાઈ એ છાપી ખાતે તુવેરનો ભુક્કો ખાલી કરી પરત પોતાના ઘરે આવ્યા હતા. જ્યાં બલોલ પાલજ રોડ પર તેઓએ પોતાનું ટાટા કંપનીનું 407 મેટાડોર પાર્ક કરી હતી અને ઘરે જમવા ગયા હતા ત્યારબાદ સુઈ ગયા હતા. બીજા દિવસે ફરિયાદીનો ભાઈ પાર્ક કરેલ GJ02x2320 નંબર નું 407 ગાડી લેવા જતા તે જોવા મળ્યું નહોતું. સમગ્ર મામલે તેણે પોતાના ભાઈને મેટાડોર મામલે જાણ કરતા તેઓ પણ મેટાડોર જ્યાં પાર્ક કરી હતી ત્યાં દોડી આવ્યા હતા. જોકે મેટાડોર ક્યાંય જોવા મળી નહોતી.
બાદમાં તેઓએ આસપાસ વિસ્તારમાં તપાસ કરી હતી.જોકે ફરિયાદીના જણાવ્યા પ્રમાણે આસપાસની દુકાનોના CCTV કેમેરા તપાસ કરાવતા એક દુકાનના કેમેરામાં તેઓનું મેટાડોર વહેલી પરોઢે જતી કેમેરામાં કેદ થઈ હતી. જેથી તેઓએ 1.25 લાખ ની 407 ગાડી ચોરી મામલે સાંથલ પોલીસમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી.


